Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધના કોલેજમાં જૂથ અથડામણ:ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સ વખતે ધક્કો લાગવા બાબતે થયેલા ઝઘડામાં બહારથી માથાભારે તત્વો બોલાવી હુમલો, બેની ધરપકડ

    2 weeks ago

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં લોહિયાળ મારામારીનો બનાવ સામે આવ્યો છે. તારીખ 11મીના રોજ બપોરે 11:30થી 12:00 વાગ્યાની આસપાસ કોલેજના ગેટ બહાર વિદ્યાર્થીઓ ઊભા હતા ત્યારે જૂની અદાવત રાખી હરીફ જૂથ દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોલેજના 2 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં કેમ્પસમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સ દરમિયાન ધક્કો લાગતા થઈ હતી તકરાર આ મારામારી પાછળનું મુખ્ય કારણ કોલેજની ફ્રેશર્સ પાર્ટી દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલી હતું. કોલેજમાં આયોજિત પાર્ટીમાં ડાન્સ કરતી વખતે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો લાગવા બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે અન્ય વિદ્યાર્થીઓએ દરમિયાનગીરી કરી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધું હતું પરંતુ, સમાધાન થયા બાદ પણ આરોપી પક્ષે મનમાં અદાવત રાખી રાખી હતી અને 3 દિવસ પછી બદલો લેવાનું આયોજન કર્યું હતું. બે વિદ્યાર્થીઓ પર ચપ્પુના ઘા ઝીંક્યા, એકને માર માર્યો ઘટનાના દિવસે ફરિયાદી સાહિલ મહેબૂબ ખાન પઠાણ તેના મિત્રો મિહિર અને અજય સાથે કોલેજના ગેટ પાસે ઊભો હતો. આ દરમિયાન આરોપી નિખિલે પોતાના સાગરીતો સાથે આવી અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સાહિલ પઠાણને ડાબા થાપા તથા કમરના ભાગે ચપ્પુ માર્યું હતું, જ્યારે મિહિરને ડાબી જાંઘના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેમના અન્ય મિત્ર અજયને ઢીકાપાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી નિખિલ અને વિનય ઝડપાયા હુમલાની ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉધના પોલીસે ઘટનાસ્થળે પહોંચી સાહિલ પઠાણની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી નિખિલ રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ અને વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા 1 સગીર બાળકની પણ અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી છે. બહારથી માથાભારે તત્વો બોલાવાયા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ફરિયાદી અને તેના મિત્રો તેમજ મુખ્ય 2 આરોપીઓ ઉધના સિટીઝન કોલેજના જ વિદ્યાર્થીઓ છે. જોકે, હુમલા સમયે આરોપીઓએ બહારથી માથાભારે અસામાજિક તત્વોને બોલાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હાલ આ કેસમાં 5થી 6 આરોપીઓને આઇડેન્ટિફાય કરી લીધા છે અને ફરાર અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કોલેજ કેમ્પસમાં કાયદો હાથમાં લેનારા સામે કડક કાર્યવાહી કરાશે: ACP "ઉધના સિટીઝન કોલેજ ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં તાત્કાલિક ગુનો નોંધી મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 1 સગીરની પૂછપરછ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ વચ્ચે ફ્રેશર્સ પાર્ટી દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલી બાદ બહારથી અસામાજિક તત્વોને બોલાવી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ શાંતિ ભંગ કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં નહીં આવે."
    Click here to Read More
    Previous Article
    પામોલ શાળામાં શી ટીમ અને સાયબર ક્રાઇમનો જાગૃતિ કાર્યક્રમ:બાળકોને ગુડ ટચ, સાયબર સુરક્ષા અને સ્વ-રક્ષણના પાઠ શીખવવામાં આવ્યા
    Next Article
    Big jump in gold and silver prices in 10 days | સોના ચાંદીના ભાવમાં 10 દિવસમાં મોટો ઉછાળો | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment