Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 45 દિવસમાં વાંધો નહીં લો તો ચલણ સ્વીકાર્યું ગણાશે:ટ્રાફિકનું E-ચલણ 3 દિવસમાં અને હાર્ડ કોપી 15 દિવસમાં પહોંચાડવું ફરજિયાત; ચુકવણી માટે વધારાના 30 દિવસ મળશે

    2 weeks ago

    ગુજરાત પોલીસે રાજ્યમાં 12 ઓગસ્ટ, 2026થી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ અમલમાં મૂકી છે. ટ્રાફિક ચલણ માટે નવી સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, જેના હેઠળ વાહનચાલકોને ડિજિટલ ઈ-ચલણ 3 દિવસમાં અને ભૌતિક ચલણ 15 દિવસમાં પહોંચાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચલણ મળ્યા બાદ ચુકવણી કરવા માટે વધારાના 30 દિવસ આપવામાં આવશે. જ્યારે જો વાહનચાલક 45 દિવસની અંદર કોઈ વાંધો કે અરજી નહીં નોંધાવે, તો તેમણે આ ચલણ સ્વીકારી લીધું હોવાનું ગણાશે. આ નવી નીતિથી ટ્રાફિક નિયમોના પાલન અને ચલણની વસૂલાત પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે. ચલણ મળ્યા બાદ નાગરિક પાસે બે વિકલ્પ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 20 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરેલા G.S.R. 48(E) અને કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં કરાયેલા સુધારાને અનુરૂપ આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જેમાં નિયમ-167માં સુધારો કરાયો છે. ચલણ મળ્યા બાદ નાગરિક પાસે બે વિકલ્પ રહેશે. જેમા ચલણની રકમ ચૂકવી શકે છે અને દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલ પર ચલણને પડકારી શકે છે. વાહન માલિકે વાંધા નોંધાવે તો પુરાવા રજૂ કરવા પડશે જો નાગરિક ચલણ સામે વાંધો નોંધાવે તો વાહન માલિક પાસે પોતાનો દાવો સાચો હોવાનું સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવાની જવાબદારી રહેશે. તેમાં સ્થાનિક નોટિફિકેશન, પરમિશન, પ્રતિબંધ અંગેની સૂચના અથવા અન્ય સંબંધિત દસ્તાવેજો રજૂ કરી શકાશે. ચલણ સામે વાંધો ફગાવાય તો વધુ 30 દિવસ મળશે જો નાગરિકનો વાંધો સક્ષમ સત્તાધિકારી નામંજૂર કરે તો આદેશ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસની અંદર ચલણની ચુકવણી કરી શકાશે. નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચલણની રકમના 50 ટકા જમા કરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટનો સંપર્ક કરવાનો વિકલ્પ પણ રહેશે. ગંભીર કિસ્સામાં વાહન ડિટેઇન થઈ શકે સુધારેલા નિયમ-21 મુજબ, 1 જાન્યુઆરી, 2026થી શરૂ થયેલા એક વર્ષના સમયગાળામાં મોટર વાહન અધિનિયમ અથવા તેના હેઠળના નિયમોના પાંચ કે તેથી વધુ ઉલ્લંઘન કરવામાં આવ્યા હશે તો તેને ધ્યાનમાં લેવાશે. અગાઉના એક વર્ષના ગુનાઓની ગણતરી પણ આ સમયગાળા માટે કરવામાં આવશે નહીં. સમયમર્યાદામાં ચલણ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો બાકી રહેલા ચલણની વિગતો ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મોટર વાહનના રજિસ્ટ્રેશન સંબંધિત અરજીઓ પર પ્રક્રિયા ન કરવા સુધી અસર કરી શકે છે. વાહનના પોર્ટલ પર “Not to be Transacted” દર્શાવવામાં આવી શકે છે અને બાકી ચલણની ચુકવણી સુધી આ સ્થિતિ ચાલુ રહી શકે છે. આ ઉપરાંત, અદાલતના આદેશને આધારે પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકારે અધિકૃત અધિકારીને સંબંધિત કાયદા અથવા નિયમોના ઉલ્લંઘનમાં સંડોવાયેલા વાહનને ડિટેઇન કરવાની સત્તા પણ રહેશે. નાગરિકોએ મોબાઇલ નંબર અપડેટ રાખવો પડશે પોલીસે વાહનમાલિકો અને વાહનચાલકોને ચલણની સ્થિતિ નિયમિત રીતે તપાસવા, નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરવા અને ચલણની ચુકવણી અથવા પડકારવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા અપીલ કરી છે. ખાસ કરીને નાગરિકોને પરિવહન પોર્ટલ પર વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડાયેલો સાચો અને સક્રિય મોબાઇલ નંબર અપડેટ રાખવા જણાવાયું છે. મોબાઇલ નંબર અપડેટ હોવાથી ટ્રાફિક ઉલ્લંઘન અને ઈ-ચલણ અંગે SMS/ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમયસર માહિતી મળી શકશે. નવી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો હેતુ ટ્રાફિક અમલીકરણમાં વધુ પારદર્શિતા, ટેક્નોલોજી આધારિત પ્રક્રિયા અને સમયબદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    દેશના વડાપ્રધાનની મજાક ઉડાવવી શરમજનક:રાહુલ ગાંધીના નિવેદન પર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો આકરો પ્રહાર, જાદુની ઝપ્પી પર કડાક્ષ સાથે કરી માફીની માગ
    Next Article
    પામોલ શાળામાં શી ટીમ અને સાયબર ક્રાઇમનો જાગૃતિ કાર્યક્રમ:બાળકોને ગુડ ટચ, સાયબર સુરક્ષા અને સ્વ-રક્ષણના પાઠ શીખવવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment