Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશના વડાપ્રધાનની મજાક ઉડાવવી શરમજનક:રાહુલ ગાંધીના નિવેદન પર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો આકરો પ્રહાર, જાદુની ઝપ્પી પર કડાક્ષ સાથે કરી માફીની માગ

    2 weeks ago

    કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિદેશના એક મહિલા વડાપ્રધાન અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કરતાં તેમના નિવેદનને નિમ્નસ્તરનું ગણાવ્યું છે અને દેશ સમક્ષ માફી માંગવાની માગણી કરી છે. “વિપક્ષના નેતાને આવી ભાષા શોભા નથી આપતી” ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, એક જવાબદાર વિપક્ષી નેતા દ્વારા દેશના વડાપ્રધાન અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહિલા વડાપ્રધાનની જાહેરમાં હાંસી ઉડાવવામાં આવે તે અત્યંત ખેદજનક બાબત છે. “ગઈકાલે ન્યૂઝ ચેનલોમાં રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન અને વિદેશના એક મહિલા વડાપ્રધાન વિરુદ્ધ જે ટોનમાં મજાક ઉડાવતા જોયા, તે સાંભળીને દેશવાસીઓ દુઃખી થયા છે. લોકશાહીમાં રાજકીય મતભેદો હોઈ શકે, પરંતુ વિદેશમાં દેશની છબી ખરડાય તેવું બેજવાબદાર વર્તન અસ્વીકાર્ય છે.”— ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ કેબિનેટ મંત્રીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ નેતાઓની આવી ભાષાથી દેશની ગરિમાને વૈશ્વિક સ્તરે ધક્કો પહોંચે છે. લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાનની જાહેરમાં મજાક ઉડાવવી એ દેશના જનાદેશનું અપમાન કરવા બરાબર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજકીય હિત ખાતર ભારતની સાખ સાથે ચેડાં કરવાનું બંધ થવું જોઈએ. ‘જાદુની ઝપ્પી’ પર કટાક્ષ રાહુલ ગાંધીના ભૂતકાળના જાણીતા ‘જાદુની ઝપ્પી’ વાળા વલણ પર કટાક્ષ કરતાં ઋષિકેશ પટેલે કહ્યું કે: માફી માંગવાની માગ પોતાના નિવેદનના અંતમાં ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, દેશના સર્વોચ્ચ પદની ગરિમા જાળવવી દરેક નાગરિક અને ખાસ કરીને લોકપ્રતિનિધિની ફરજ છે. રાહુલ ગાંધીએ પોતાના આ હલકા કક્ષાના નિવેદન બદલ સમગ્ર દેશની જનતાની બિનશરતી માફી માંગવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં એમ એન હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ:'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લાગ્યા, શહેર દેશભક્તિના રંગે રંગાયું
    Next Article
    ગુજરાતમાં 45 દિવસમાં વાંધો નહીં લો તો ચલણ સ્વીકાર્યું ગણાશે:ટ્રાફિકનું E-ચલણ 3 દિવસમાં અને હાર્ડ કોપી 15 દિવસમાં પહોંચાડવું ફરજિયાત; ચુકવણી માટે વધારાના 30 દિવસ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment