Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં એમ એન હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ:'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લાગ્યા, શહેર દેશભક્તિના રંગે રંગાયું

    2 weeks ago

    80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા એમ એન હાઈસ્કૂલ ખાતેથી ભારત માતા રથ સાથે પ્રારંભ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. શુક્રવારે બપોરે એમ એન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ યાત્રા શહેરના રંગીલા હનુમાન, રતનપોળ, ત્રણદરવાજા, હિંગળાચાચર, ચતુર્ભુજબાગ, બગવાડા દરવાજા અને સુભાષ ચોક થઈને પ્રગતિ મેદાન ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવવામાં આવ્યા હતા અને ડીજે પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ભરત ડાભી, પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવીંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, કલેક્ટર પ્રશાંત જીલોવા, ડીડીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ તેમજ એસપી વી.કે. નાયી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓના સભ્યો, પોલીસ સ્ટાફ, એનસીસી કેડેટ્સ, સંગઠનના પદાધિકારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ સાથે યાત્રામાં જોડાયા હતા. હવે જુઓ તિરંગા યાત્રાની તસવીરો….
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનાક અકસ્માત:કારમાં સવાર માતા-પુત્ર અને દાદીના મોત, મૃતકો દાહોદના ફતેપુરાના; ટેન્કર ચાલક ફરાર
    Next Article
    દેશના વડાપ્રધાનની મજાક ઉડાવવી શરમજનક:રાહુલ ગાંધીના નિવેદન પર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો આકરો પ્રહાર, જાદુની ઝપ્પી પર કડાક્ષ સાથે કરી માફીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment