Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુર કોલેજમાં 'હર ઘર તિરંગા' અભિયાન ઉજવાયું:વંદે માતરમ ગાન, ગીત સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    1 day ago

    વિજાપુરની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજમાં 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વંદે માતરમનું સમૂહગાન, દેશભક્તિ ગીત સ્પર્ધા અને સાંસ્કૃતિક રજૂઆતોનો સમાવેશ થતો હતો. ટ્રસ્ટી બી.કે. પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્યના ઉદ્બોધન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. દેશભક્તિ ગીત સ્પર્ધામાં રાઠોડ શ્રદ્ધાબા એમ. પ્રથમ, પટેલ એન્જલ એસ. દ્વિતીય અને પટેલ નેશ્વા કે. તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓએ ગુજરાતી ગરબા અને રાજસ્થાની લોકનૃત્ય 'ઘૂમર'ની પ્રભાવશાળી રજૂઆત કરી હતી. કાર્યક્રમના સમાપન સમયે ભાટી હેપ્પી, રાઠોડ તન્વી, પટેલ નેશ્વા અને પટેલ જીયાએ વંદે માતરમનું સમૂહગાન કર્યું હતું. આ સમૂહગાનમાં કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. ઇનામ વિતરણ પછી તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક જીજ્ઞા વોહરા અને ડૉ. પ્રકાશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 'નૃત્ય-ગીત-સંગીત ધારા' અંતર્ગત થયું હતું. પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે વિદ્યાર્થીનીઓના દેશભક્તિપૂર્ણ પ્રયાસોને બિરદાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દારૂના નશામાં બિલ્ડરનું 2 રાઉન્ડ ફાયરિંગ, CCTV:લસકાણામાં ચા-પાનના ગલ્લા પર સંચાલકે મજાક કરવાની ના પાડતા રૌફ જમાવ્યો, આરોપીને પોલીસે ઝડપ્યો
    Next Article
    ઉમરપાડામાં જંગલ જમીન દબાણ મુદ્દે આદિવાસીમાં આક્રોશ:સાગબારાના ખેડૂતો દ્વારા ગેરકાયદે ખેડાણ થતું ગંભીર આક્ષેપ; મામલતદારને આવેદન આપી ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment