Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરપાડામાં જંગલ જમીન દબાણ મુદ્દે આદિવાસીમાં આક્રોશ:સાગબારાના ખેડૂતો દ્વારા ગેરકાયદે ખેડાણ થતું ગંભીર આક્ષેપ; મામલતદારને આવેદન આપી ઉગ્ર આંદોલનની ચીમકી

    1 day ago

    સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન ખેડાણ અને દબાણના મુદ્દે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગબારા તાલુકાના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરાતું હોવાના આક્ષેપ સાથે 2000 જેટલા આદિવાસીઓએ એકઠા થઈને "જંગલ બચાવો, આદિવાસી બચાવો"ના નારા સાથે વિશાળ વિરોધ રેલી કાઢી હતી. રેલી બાદ ઉમરપાડા મામલતદાર કચેરી પહોંચી રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર સુપરત કરાયું હતું. દાદાગીરી અને દબાણ સાંખી નહીં લેવાય: ચંદનબેન વસાવા ઉમરપાડાના આદિવાસી મહિલા આગેવાન અને ખોટારામપુરાના સરપંચ ચંદનબેન વસાવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સાગબારાના લોકો પોતાના વિસ્તારમાં જમીન ધરાવતા હોવા છતાં અહીં જંગલ જમીન દબાવવાનો પ્રયાસ કરે છે અને સ્થાનિકોને ધમકાવે છે. અહીંના સ્થાનિક વિસ્થાપિતોના હક હજી બાકી છે, ત્યારે ઉમરપાડાના આદિવાસીઓ પોતાની જમીનનો એક પણ ઇંચ આપશે નહીં. સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ: જીવણભાઈ વસાવા તાલુકા આદિવાસી આગેવાન અને વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે સાગબારાના લોકો ખોટા પુરાવા ઊભા કરીને સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાગબારાના આશરે 12 જેટલા ગામોના લોકો ઉમરપાડાની જમીન પર પંજો ફેલાવવાનો કોશિશ કરે છે. આ જંગલ માત્ર ઉમરપાડાનું છે અને તેના રક્ષણ માટે સમગ્ર સમાજ એકજૂથ છે. આગામી દિવસોમાં ઉગ્ર ધરણાદર્શનની ચીમકી સ્થાનિક આદિવાસીઓએ તંત્રને કડક ચેતવણી આપતાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ ગેરકાયદેસર ખેડાણ અને પ્રવૃત્તિઓ નહીં અટકે તો સમગ્ર આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં રસ્તા પર ઉતરીને ઉગ્ર સ્વરૂપે ધરણાદર્શન કરશે.
    Click here to Read More
    Previous Article
    વિજાપુર કોલેજમાં 'હર ઘર તિરંગા' અભિયાન ઉજવાયું:વંદે માતરમ ગાન, ગીત સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    નાયબ કલેક્ટરે નાની મોલડી શાળાની મુલાકાત લીધી:શૈક્ષણિક ગુણવત્તા અને મધ્યાહન ભોજનની ચકાસણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment