Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના નશામાં બિલ્ડરનું 2 રાઉન્ડ ફાયરિંગ, CCTV:લસકાણામાં ચા-પાનના ગલ્લા પર સંચાલકે મજાક કરવાની ના પાડતા રૌફ જમાવ્યો, આરોપીને પોલીસે ઝડપ્યો

    1 day ago

    સુરતના લસકાણા વિસ્તારમાં ચા-પાનના ગલ્લા પર નશાની હાલતમાં આવી પોતાની રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર બિલ્ડરને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ રોફ જમાવવા જાહેરમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મિત્રો સાથે બેઠા હતા ત્યારે આરોપી કાર લઈ આવ્યો મોટા વરાછામાં રહેતા અને વાલક પાટિયા આઉટર રિંગ રોડ પર 'મોગલ ટી પાન' નામનો ગલ્લો ચલાવતા કેવલભાઈ પ્રવીણભાઈ માંગુકીયા (ઉંમર 28) વહેલી સવારે આશરે 2:30 વાગ્યાના અરસામાં પોતાના ગલ્લા પર મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન મૂળ રાજકોટના મવડી અને હાલ સરથાણામાં રહેતા બિલ્ડર આશિષ સાકરીયા પોતાની આઈ-20 કાર (GJ-03-PR-4938) લઈને ત્યાં આવ્યો હતો. મજાક કરવાની ના પાડી, નશામાં રિવોલ્વર કાઢી આશિષે પાણીની બોટલ લીધા બાદ કેવલભાઈ ચા બનાવતા હતા, ત્યારે તેમની સાથે બિનજરૂરી મજાક-મસ્તી કરવા લાગ્યો હતો. ત્યારે ગલ્લા સંચાલકે મજાક કરવાની ના પાડતા તે ત્યાંથી નીકળી ગયો હતો. જો કે થોડીવાર બાદ તે નશાની હાલતમાં પરત ફર્યો હતો અને હાથમાં રિવોલ્વર લઈને ગલ્લા પર બેઠેલા યુવકોને બતાવી રોફ જમાવવા લાગ્યો હતો. ગલ્લામાં મિસફાયર, બહાર આવી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ આરોપીએ પાનના ગલ્લામાં જમીન તરફ રિવોલ્વરથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અવાજ સાથે મિસફાયર થતાં ગોળી છૂટી નહોતી. આ જોઈને ગલ્લા પર બેઠેલા તમામ મિત્રો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ દુકાનની બહાર આવી લોકોમાં દહેશત ફેલાવવાના ઈરાદે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પોતાની કાર લઈ એકલારા સર્કલ તરફ ફરાર થઈ ગયો હતો. જાહેરમાં ફાયરિંગને લઈ લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસની સર્વેલન્સ ટીમે આરોપી અને બિલ્ડર આશિષ સાકરીયાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી એક રિવોલ્વર તેમજ બે ફૂટેલા કારતૂસ કબજે કર્યાં છે.
    Click here to Read More
    Previous Article
    યોગી બોલ્યા- 1947ના કત્લેઆમના દોષિત સપા-કોંગ્રેસ:મોદી જેવા પીએમ હોત તો કોઈ ભારતનો વાળ પણ વાંકો ન કરી શકત
    Next Article
    વિજાપુર કોલેજમાં 'હર ઘર તિરંગા' અભિયાન ઉજવાયું:વંદે માતરમ ગાન, ગીત સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment