Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના મહિલા કાઉન્સિલર ઉપપ્રમુખ સામે આમરણાંત ઉપવાસ પર:‘તું બેસી જા’ કહી અપમાનનો આરોપ, શિસ્તભંગની કાર્યવાહીની માગ

    1 day ago

    નગરપાલિકામાં ઉપપ્રમુખ સામે ભાજપના જ મહિલા કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ગત 10 ઓગસ્ટના રોજ યોજાયેલી સામાન્ય સભા દરમિયાન ઉપપ્રમુખ દ્વારા અપમાનિત કરાયા હોવાનો આરોપ લગાવી તેમણે શિસ્તભંગની કાર્યવાહીની માગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી મુજબ, 10 ઓગસ્ટના રોજ નગરપાલિકાની સામાન્ય સભા ચાલી રહી હતી. આ દરમિયાન ચર્ચા ચાલી રહી હતી ત્યારે વોર્ડના સભ્ય અને ઉપપ્રમુખે મહિલા કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડને "તું બેસી જા" કહીને તોછડું વર્તન કર્યું હતું. આ અપમાનજનક વર્તનથી નારાજ થઈને જ્યોત્સનાબેન રાઠોડ ગઈકાલે રાત્રે નગરપાલિકા કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જ્યોત્સનાબેન રાઠોડે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટના રોજ સામાન્ય સભામાં મારી અને અન્ય એક મહિલા સભ્ય સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. આત્મસન્માન જીવન કરતાં પણ વધુ મહત્ત્વનું છે. જો આત્મસન્માન જ ન જળવાય તો જીવીને શું ફાયદો? હું મારું આત્મસન્માન જાળવી રાખીશ." તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું છેલ્લા 25-30 વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છું. જો કોઈ સામાન્ય સભ્યથી આવી ભૂલ થઈ હોત તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭ મુજબ તુરંત જ સસ્પેન્શન કે નોટિસ આપી દેવાતી. પરંતુ અહીં ઉપપ્રમુખ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સંગઠન પણ સાંભળવા તૈયાર નથી.” મહિલા કાઉન્સિલરની મુખ્ય માંગણીઓમાં ગેરવર્તન કરનાર ઉપપ્રમુખ સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 મુજબ શિસ્તભંગ અને સભ્યપદ રદ (પદભ્રષ્ટ) કરવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાજપ સંગઠન આ મામલે યોગ્ય દખલગીરી કરે અને મહિલા કાઉન્સિલરના આત્મસન્માનની રક્ષા કરે તેવી પણ તેમની માંગ છે. નગરપાલિકા પરિસરમાં રાત્રિના સમયે ગાદલા-ધાબળા પાથરીને ઉપવાસ પર બેઠેલા મહિલા કાઉન્સિલરને સમર્થન આપવા માટે સ્થાનિક લોકો અને અન્ય સભ્યો પણ ભેગા થયા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    છ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારે વરસાદની આગાહી:આજે 9 જિલ્લામાં યલો એલર્ટ, ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    Next Article
    નવસારીમાં ત્રણ અલગ-અલગ હુમલામાં 7 લોકો ઈજાગ્રસ્ત:મેળાની અદાવત, પારિવારિક વિવાદ અને પાર્કિંગનો ઝઘડો; ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ, પોલીસે ગુના નોંધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment