Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કલેક્ટર દ્વારા નવનિયુક્ત તલાટીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા:આદિવાસી વિસ્તારની સમસ્યાઓ ત્વરિત ઉકેલવા 'ટીમ તાપી'ની ભાવના પર ભાર

    2 weeks ago

    તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ નવનિયુક્ત મહેસુલી તલાટીઓને પ્રજાહિતના કાર્યો કરવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા એક સમારોહમાં, કલેક્ટરના હસ્તે ઇન્ક્યુબેશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તલાટીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ સફળ વહીવટી તંત્રનો મુખ્ય પાયો શિસ્ત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તાપી જિલ્લો મુખ્યત્વે આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીંના નાગરિકોનો સ્વભાવ સરળ અને સાદો છે. કલેક્ટરે તલાટીઓને આદિવાસી સમુદાયના લોકોને સરકારની પ્રત્યેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે તમામ સરકારી સેવાઓ વિલંબ વગર સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમની કોઈપણ મૂંઝવણ કે રજૂઆતનો ત્વરિત ઉકેલ લાવવો એ સૌની નૈતિક અને પ્રાથમિક વહીવટી જવાબદારી ગણાવી હતી.કલેક્ટરે નવનિયુક્ત તલાટીઓને તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા સૈદ્ધાંતિક તેમજ વ્યવહારુ જ્ઞાનનો પ્રજાહિતના કાર્યોમાં સચોટ ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે બ્યુરોક્રેસીમાં તલાટીની નિર્ણાયક ભૂમિકા અને જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપીને તમામ અધિકારી-કર્મચારીઓને 'ટીમ તાપી'ની ભાવના સાથે એક થઈને કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સંદિપ ગાયકવાડ, વ્યારા મામલતદાર મનીષ ભોય સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ નવનિયુક્ત તલાટીઓને તેમની નવી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ આંગણવાડીના ભૂલકાંઓએ સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યો:ચહેરા પર તિરંગા રંગો સજાવી અનોખી દેશભક્તિ દર્શાવી
    Next Article
    વલસાડમાં યુથ કોંગ્રેસના મિત દેસાઈની સતત બીજા દિવસે ભૂખ હડતાળ:વશિયર-નાનકવાડા બ્રિજ મુદ્દે કોંગ્રેસની આક્રમક આંદોલનની ચીમકી, 15 ઓગસ્ટે ધ્વજવંદન બાદ બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment