Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ આંગણવાડીના ભૂલકાંઓએ સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યો:ચહેરા પર તિરંગા રંગો સજાવી અનોખી દેશભક્તિ દર્શાવી

    2 weeks ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની જુનવાણ આંગણવાડીના બાળકોએ સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ ભૂલકાંઓએ પોતાના ચહેરા અને હથેળીઓ પર રાષ્ટ્રધ્વજના ત્રિરંગા રંગો સજાવી દેશભક્તિ પ્રદર્શિત કરી હતી. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે આંગણવાડીના નાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે કેસરી, સફેદ અને લીલા રંગોનો ઉપયોગ કરીને પોતાના ગાલ અને હાથ પર ત્રિરંગો અંકિત કર્યો હતો. આંગણવાડીના ગણવેશમાં સજ્જ બાળકોના નિર્દોષ સ્મિતે ઉપસ્થિત સૌના હૃદયમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવી હતી. આ પ્રવૃત્તિ આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનોના સક્રિય માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. નાની વયથી જ બાળકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને રાષ્ટ્રીય પર્વોનું મહત્ત્વ સમજાય તેવા ઉમદા આશયથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગ્રામીણ વિસ્તારના આ બાળકોનો દેશભક્તિ પ્રત્યેનો આ ઉત્સાહ સમગ્ર તાપી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી અને ખડગેનો જૂનો વીડિયો નવો ગણાવીને વાયરલ:દાવો- સુપ્રિયા સુલેની દીકરીના 10 ઓગસ્ટના લગ્નનો; ખરેખર વીડિયો માર્ચ 2025નો છે
    Next Article
    તાપી કલેક્ટર દ્વારા નવનિયુક્ત તલાટીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા:આદિવાસી વિસ્તારની સમસ્યાઓ ત્વરિત ઉકેલવા 'ટીમ તાપી'ની ભાવના પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment