Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટમાં નેશનલ લાઈબ્રેરીયન્સ ડેની ઉજવણી:પ્રો. રંગનાથનની જન્મજયંતિ નિમિત્તે બુક રીડર્સ ક્લબનું ઉદ્ઘાટન

    2 days ago

    ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના નોલેજ રિસોર્સ સેન્ટર (KRC-Library) અને ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ (DLIS) દ્વારા 12 ઓગસ્ટ, 2026ના રોજ ‘નેશનલ લાઈબ્રેરીયન્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતા પદ્મશ્રી પ્રો. એસ. આર. રંગનાથનની 134મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરાયો હતો. આ ઉજવણી અંતર્ગત ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલના હસ્તે ચારુસેટ બુક રીડર્સ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘Know Your Knowledge Resource Centre: Discover, Learn and Grow’ થીમ હેઠળ યોજાયો હતો.આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, યુનિવર્સિટી લાઈબ્રેરીયન ડો. પ્રમોદ પટેલ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના ડીન અને વડાઓ, લાઈબ્રેરી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પેઈન્ટિંગ કોમ્પીટીશન (My Dream Library), ટ્રેઝર હન્ટ (Research and Discovery Challenge), ડીબેટ કોમ્પીટીશન, રીલ મેકિંગ કોમ્પીટીશન (My Library Through My Lens), ક્વિઝ કોમ્પીટીશન (Know Your KRC), ડિજિટલ ફાસ્ટિંગ (Read to reconnect) અને બુક ડોનેશન ડ્રાઈવ (Gift a Book, Grow a Mind) જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં વાંચનની આદત કેળવવાનો અને તેમને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, કારણ કે હાલમાં યુવાનો સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાવે છે. ચારુસેટના વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાફ સભ્યો અને સમગ્ર ચારુસેટ પરિવારને પુસ્તકાલય, જ્ઞાન સંસાધનો અને વાંચન સંસ્કૃતિ સાથે વધુ ગાઢ રીતે જોડવાનો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ, જ્ઞાન સંસાધનોનો અસરકારક ઉપયોગ, સર્જનાત્મકતા અને શૈક્ષણિક સંશોધન માટેની જિજ્ઞાસાને પ્રોત્સાહન મળ્યું.
    Click here to Read More
    Previous Article
    લોરિયામાં 80મા સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ દેશપ્રેમની ભાવના ઉજાગર કરી
    Next Article
    વાંસદામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી:કલેક્ટર મનીષ ગુરવાની ફરકાવશે તિરંગો; વરસાદ વચ્ચે રિહર્સલ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment