Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી:કલેક્ટર મનીષ ગુરવાની ફરકાવશે તિરંગો; વરસાદ વચ્ચે રિહર્સલ સંપન્ન

    2 days ago

    નવસારી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આ વર્ષે વાંસદા ખાતે કરવામાં આવશે. વાંસદાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે 15મી ઓગસ્ટે સવારે 9:00 વાગ્યે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ રાષ્ટ્રીય પર્વની સુચારુ ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમના સુવ્યવસ્થિત સંચાલન માટે શુક્રવારે વાંસદા ગાંધી મેદાન ખાતે રિયલટાઈમ રિહર્સલનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી (DDO) કાર્તિક જીવાણી, અધિક નિવાસી કલેક્ટર જે.એન. લીખીયા અને નાયબ પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ પોલીસ જવાનો અને શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક રિહર્સલ પૂર્ણ કર્યું હતું. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન પ્રોટોકોલ, પોલીસ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ અને ગાર્ડ ઓફ ઓનરની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કરાયું હતું. આ કાર્યક્રમોમાં ડાંગી લોકનૃત્ય, પારંપરિક ગરબા, યોગા ડાન્સ અને દેશભક્તિ ગીતો પર વિશેષ પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણ રહેશે. હવામાન વિભાગની આગાહી અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સભામંડપ અને બેઠક વ્યવસ્થા પર ખાસ તાડપત્રી તથા વોટરપ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. નાગરિકો માટે પીવાના પાણીની સુવિધા, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને સરળ પ્રવેશ-નિકાસ માટે માર્ગદર્શન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ આયોજનમાં વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહાલા, નાયબ કલેક્ટર શિવરાજ ખુમાણ, મામલતદાર અને વિવિધ વિભાગોના કાર્યપાલક ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, "જિલ્લાકક્ષાના આ ગૌરવશાળી 80મા રાષ્ટ્રીય પર્વમાં નવસારી જિલ્લાની સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને વાંસદાના તમામ નગરજનો ઉત્સાહભેર સહભાગી બને."
    Click here to Read More
    Previous Article
    ચારુસેટમાં નેશનલ લાઈબ્રેરીયન્સ ડેની ઉજવણી:પ્રો. રંગનાથનની જન્મજયંતિ નિમિત્તે બુક રીડર્સ ક્લબનું ઉદ્ઘાટન
    Next Article
    BCCIમાં પહેલીવાર ડિરેક્ટર ઑફ ક્રિકેટનું પદ બનશે:વીવીએસ લક્ષ્મણને જવાબદારી મળી શકે, ગંભીર-અગરકરનો કાર્યકાળ 2027 વર્લ્ડકપ સુધી જળવાઈ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment