Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:પ્રભારી મંત્રીએ લીલી ઝંડી આપી, દેશભક્તિનો માહોલ છવાયો

    2 days ago

    રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ-2026ની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હિંમતનગરની શાળાઓના વિદ્યાર્થીઓ, પોલીસ બેન્ડ અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ યાત્રાથી શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ રાષ્ટ્રીય મહોત્સવમાં મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, કેળવણી મંડળ અને શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. યાત્રા હિંમતનગરના કેશવ કોમ્પલેક્ષથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મોતીપુરા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. અહીં પ્રભારી મંત્રી અને અન્ય મહાનુભાવોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. યાત્રામાં નાગરિકો, યુવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં ત્રિરંગો લહેરાવીને જોડાયા હતા. યાત્રાના સમગ્ર રૂટ પર 'ભારત માતા કી જય'ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન પોલીસ બેન્ડના જવાનોની સુરાવલીઓ અને દુર્ગવાહીનીઓ દ્વારા તલવાર સાથે શસ્ત્રકલા પ્રદર્શિત કરતી યુવતીઓએ આકર્ષણ જમાવ્યું હતું. પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો અને વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે જોડાઈને દેશભક્તિનો સંદેશ પ્રસારિત કર્યો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અડાજણમાં સોસાયટીમાંથી અજગરનું બચ્ચું મળતાં ફફડાટ:ઈન્ડિયન રોક પાયથન જાતિના અજગરનું રેસ્ક્યૂ, વનવિભાગને સોંપી જંગલમાં છોડવામાં આવશે
    Next Article
    પાટણમાં પર્યાવરણ સુરક્ષાની અનોખી પહેલ:લુપ્ત થતી વૃક્ષ પ્રજાતિઓનું રોપણ, નગરપાલિકા-વંદન ફાઉન્ડેશનનો સંયુક્ત પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment