Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પર્યાવરણ સુરક્ષાની અનોખી પહેલ:લુપ્ત થતી વૃક્ષ પ્રજાતિઓનું રોપણ, નગરપાલિકા-વંદન ફાઉન્ડેશનનો સંયુક્ત પ્રયાસ

    2 days ago

    પાટણ નગરપાલિકા અને વંદન ફાઉન્ડેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ડિવાઇડર પર પર્યાવરણ જાળવણી તથા સુંદરતા વધારવા માટે અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. 'એક પેડ મહારાણી નાયિકાદેવી કે નામ' અભિયાન હેઠળ પાટણના પ્રવેશદ્વાર અને કલેક્ટર કચેરી સામેના રોડ પર દુર્લભ વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ વૃક્ષારોપણની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં લુપ્ત થતી અને દુર્લભ પ્રજાતિઓ જેવી કે ઉદાળો, કુસુંબ, પંગારો અને મટરસિંગ જેવા વૃક્ષો પસંદ કરવામાં આવ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે અન્ય વૃક્ષોના પાંદડા ખરી પડે છે, ત્યારે આ વૃક્ષો પર સુંદર અને સુગંધિત ફૂલો ખીલી ઉઠશે, જે શહેરનું આકર્ષણ બનશે. વંદન ફાઉન્ડેશન દ્વારા આ તમામ રોપાઓના ઉછેર અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી છે. આ પ્રસંગે પાટણના કલેક્ટર, ડીડીઓ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર તથા સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા હતા. વંદન ફાઉન્ડેશનના પ્રમુખ વદનજી વકીલ, ભરતજી ઠાકોર સહિત ઠાકોર સમાજના સભ્યો, અનેક અગ્રણીઓ અને નાગરિકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:પ્રભારી મંત્રીએ લીલી ઝંડી આપી, દેશભક્તિનો માહોલ છવાયો
    Next Article
    ટાટા સ્ટીલે જમશેદપુર FCને માત્ર ₹100માં વેચ્યું:ક્લબ ચર્ચિલ-બ્રધર્સ ખરીદશે; કંપની 100% હિસ્સેદારી ટ્રાન્સફર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment