Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાજણમાં સોસાયટીમાંથી અજગરનું બચ્ચું મળતાં ફફડાટ:ઈન્ડિયન રોક પાયથન જાતિના અજગરનું રેસ્ક્યૂ, વનવિભાગને સોંપી જંગલમાં છોડવામાં આવશે

    2 days ago

    સુરતના અડાજણમાં વાસુ પૂજ્ય રેસીડેન્સીમાં અચાનક અજગરનું બચ્ચું જોવા મળતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સામાન્ય રીતે માનવ વસ્તીમાં આવા સરીસૃપ દેખાવાની ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સોસાયટીના જાગૃત નાગરિકોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક આ અંગે સ્નેક રેસ્ક્યુઅર્સની ટીમને જાણ કરી હતી. સ્નેક રેસ્ક્યુઅરની ટીમે અજગરનું રેસ્ક્યૂ કર્યું ઘટનાની જાણ થતાં જ વનવિભાગના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકની ટીમ સક્રિય થઈ હતી. સ્નેક રેસ્ક્યુઅર દિવ્યેશ પટેલ, ધવલ ભંડારી અને ગૌરાંગ વકીલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ખૂબ જ સાવચેતીપૂર્વક 'ઈન્ડિયન રોક પાયથન' જાતિના આ અજગરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગને સોંપી જંગલમાં છોડવામાં આવશે રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવતાં સોસાયટીના રહીશોએ રાહત અનુભવી હતી. આ સમગ્ર રેસ્કયૂ બાદ ટીમે નિયમ મુજબ અજગરના બચ્ચાને વનવિભાગને સોંપ્યું હતું. જેથી તેને સુરક્ષિત રીતે તેને કુદરતી જંગલ વિસ્તારમાં મુક્ત કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન રોક પાયથન ભાગ્યે જોવા મળતો હોય છે. એક વર્ષ પહેલા પણ સુરતમાંથી આ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પહેલીવાર વુમન્સ-મેન્સ હોકી વર્લ્ડકપ એકસાથે યોજાશે:32 ટીમમાં 50 મેચ; ભારત-પાકિસ્તાન મેચ 19 ઓગસ્ટે; જાણો બધું જ
    Next Article
    હિંમતનગરમાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:પ્રભારી મંત્રીએ લીલી ઝંડી આપી, દેશભક્તિનો માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment