Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા શ્રીજીધામ મંદિરે શ્રીમદ્ ભાગવત માસ પારાયણ શરૂ:જીગ્નેશદાદા વ્યાસપીઠ પર, ભક્તોમાં ઉત્સાહનો માહોલ

    4 days ago

    અમદાવાદના સોલા સ્થિત શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે શ્રીમદ્ ભાગવત માસ પારાયણનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ નિમિત્તે આયોજિત આ કથા તા. 13 ઓગસ્ટ 2026થી તા. 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. ભક્તોને ભાગવત કથાના શ્રવણનો લાભ મળશે. રાધે રાધે ગ્રુપ દ્વારા આયોજિત આ કથામાં વ્યાસપીઠ પર જીગ્નેશદાદા બિરાજમાન થઈ શ્રીમદ્ ભાગવતના પ્રસંગોનું રસપાન કરાવશે. કથાનું આયોજન દરરોજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આયોજકોએ સર્વ સમાજના ભક્તોને કથાનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે ક્ષેમ કલ્યાણી મંદિર પરિસરેથી ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભજન-કીર્તન અને જયઘોષ સાથે પોથી યાત્રા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર પહોંચી હતી. આ ધાર્મિક આયોજનને લઈને ભક્તજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન યોજાનાર આ ભાગવત પારાયણ ભક્તિ અને જ્ઞાનનો સંગમ બની રહેશે. આયોજકોએ સૌને પરિવાર સાથે કથા શ્રવણનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ ST ડેપોમાં રક્તદાન શિબિર યોજાઈ:સ્વચ્છતા અભિયાન હેઠળ રેડ ક્રોસના સહયોગથી આયોજન
    Next Article
    ભુજમાં ભંગારની આડમાં શંકાસ્પદ વાયરની હેરફેર:LCBએ પાંચ શખ્સોને ઝડપી રૂપિયા 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment