Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ભંગારની આડમાં શંકાસ્પદ વાયરની હેરફેર:LCBએ પાંચ શખ્સોને ઝડપી રૂપિયા 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    4 days ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ભુજ શહેરમાં આધાર-પુરાવા વિના ભંગારની હેરફેર કરતા પાંચ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે એક બોલેરો પીકઅપ વાહનમાંથી આશરે 600 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં વાહન સહિત કુલ ₹3.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ઘટના ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશ્રમ ચાર રસ્તાથી નાગોર ફાટક તરફ જતા હાઈવે પર બની હતી. LCB ટીમને મળેલી બાતમીના આધારે GJ-06-AX-9453 નંબરની શંકાસ્પદ બોલેરો પીકઅપને રોકી તપાસ કરવામાં આવી હતી. વાહનમાંથી અંદાજે ₹90 હજારની કિંમતના એલ્યુમિનિયમ વાયરોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો અટકાવવા અને ચોરી કે ગેરકાયદેસર રીતે મેળવેલી વસ્તુઓની આધાર-પુરાવા વિના થતી હેરફેર પર નજર રાખવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે LCBની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક સાધનો સાથે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ સફળતા મળી.તપાસ દરમિયાન, વાયરો અંગે જરૂરી આધાર-પુરાવા રજૂ ન થતાં પોલીસે પાંચ શખ્સો – એકબાલ સુલેમાન મમણ, ઇબ્રાહિમ ઇશા અબડા, રિયાઝ અબ્બાસ ત્રયા, કરીમ મીરખાન નોતીયાર અને સાલેમામદ ઇશાક ભજીરને BNSSની કલમ 35(1)(e) હેઠળ અટકાયતમાં લીધા હતા. આ કેસમાં જાકબ અલી મંધરીયા અને મુસ્તાક કરીમ નોતીયારની ધરપકડ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી કરવામાં આવી હતી. LCB PI એ.એમ. મકવાણા તથા PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI વિરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરીને અંજામ આપ્યો હતો. ભંગારના જથ્થાનો મૂળ સ્ત્રોત અને તેની હેરફેર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોલા શ્રીજીધામ મંદિરે શ્રીમદ્ ભાગવત માસ પારાયણ શરૂ:જીગ્નેશદાદા વ્યાસપીઠ પર, ભક્તોમાં ઉત્સાહનો માહોલ
    Next Article
    'Sell Ukraine 10% Of Patriots And We Will Destroy All Russian Ballistic Missiles': Zelensky To US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment