Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ST ડેપોમાં રક્તદાન શિબિર યોજાઈ:સ્વચ્છતા અભિયાન હેઠળ રેડ ક્રોસના સહયોગથી આયોજન

    4 days ago

    વેરાવળ ST ડેપો ખાતે ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્વારા રાજ્ય સરકારના સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અને સમાજ ઉપયોગી અભિગમના ભાગરૂપે આ શિબિર યોજાઈ હતી.આ શિબિરનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા, વેરાવળના સહયોગથી થયું હતું. વેરાવળ ST ડેપો મેનેજર દિલીપ શામળાના માર્ગદર્શન હેઠળ ડેપોના ટ્રાફિક, મિકેનિક, વહીવટી, ડ્રાઇવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે વેરાવળ ST ડેપોના હેડ મિકેનિક કિશોરભાઈ સાગઠીયા અને રામભાઈ ચાવડા, તેમજ એ.ટી.આઈ. કિશનભાઈ અગ્રાવત સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા, વેરાવળ વતી ચેરમેન અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ, સેક્રેટરી ગિરીશ ઠક્કર અને જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ સહિતના કમિટી સભ્યો હાજર રહ્યા હતા. મેડિકલ ટીમમાં એમ.ડી. પેથોલોજી ડો. ખેવનાબેન કારાવડીયા, ટેકનિકલ સ્ટાફ નિખીંતાબેન બોરીચા, કેવલ બારડ, ધ્રુવ દવે, હીનાબેન બારડ અને લખનભાઈ સિંધલ સેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કરનાર ST ડેપોના કર્મચારીઓને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વેરાવળ ST ડેપોના મેનેજર દિલીપ શામળાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું. આ માહિતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા, વેરાવળના ઓન. જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ દ્વારા એક યાદીમાં જણાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Shubman Gill Drops Big Playing XI Hint For 1st Sri Lanka Test, Rookie Likely To Be Snubbed
    Next Article
    સોલા શ્રીજીધામ મંદિરે શ્રીમદ્ ભાગવત માસ પારાયણ શરૂ:જીગ્નેશદાદા વ્યાસપીઠ પર, ભક્તોમાં ઉત્સાહનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment