Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં બી ડિવિઝન પોલીસની તિરંગા યાત્રા નીકળી:અંબેમાતા શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા, રાષ્ટ્રપ્રેમનો સંદેશ અપાયો

    4 days ago

    ભરૂચ જિલ્લામાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબેમાતા સ્કૂલ દ્વારા સંયુક્ત રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ તિરંગા યાત્રા અંબેમાતા સ્કૂલ ખાતેથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે બી ડિવિઝન પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ડામોર, પીએસઆઈ, અન્ય પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. તેઓ સૌ હાથમાં તિરંગો લઈને ચાલી રહ્યા હતા. યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિએ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ફરી બજરંગ દળનો હલ્લાબોલ:દરવાજો કૂદી ગેટની તાળું તોડી અંદર ઘૂસ્યા, સ્કૂલને મદરેસા બનાવી દેશ વિરોધી ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ
    Next Article
    ધારપુર GMERS હોસ્પિટલમાં 4 મહિનાના બાળકની જટિલ સર્જરી:'ઈન્ટસસસેપ્શન' બીમારીથી પીડાતા બાળકને તબીબોએ નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment