Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ફરી બજરંગ દળનો હલ્લાબોલ:દરવાજો કૂદી ગેટની તાળું તોડી અંદર ઘૂસ્યા, સ્કૂલને મદરેસા બનાવી દેશ વિરોધી ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ

    4 days ago

    શીલજમાં આનંદ નિકેતન સ્કૂલમાં બે મુદ્દા પર થયેલો વિવાદ હજુ સુધી પૂર્ણ થયો નથી. બજરંગ દળ દ્વારા બીજી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શાળામાં સવારે વિદ્યાર્થીઓની પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરી દેવામાં આવ્યું હોવાથી વિવાદ સર્જાયો હતો. તેમજ વિદ્યાર્થીઓને ચોક્કસ પુસ્તકનું ફરજિયાત વાંચન કરવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યું છે. સવારે પ્રાર્થના શરૂ કરવાની અને વિદ્યાર્થીઓને જે પુસ્તક આપવામાં આવ્યું છે, તે પરત લઈ લેવાની માંગ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો થોડા દિવસ પહેલા જ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. જે શાળામાં શિક્ષકોને આપ્યા બાદ તેમના દ્વારા ખોઈ નાખવામાં આવ્યો છે. આ મુદ્દે વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને સવારે રાષ્ટ્રગાન અને પ્રાર્થના પણ બંધ કરી દેવામાં આવી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કૂલનો ગેટ બંધ કરી દેવાતા કાર્યકર્તાઓ કૂદીને અંદર ઘૂસ્યા બે દિવસ વિરોધ કર્યાં બાદ આજે 14 ઑગસ્ટે પણ બજરંગ દળના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પોસ્ટર અને બેનર સાથે પહોંચીને શાળામાં હલ્લાબોલ કર્યો હતો. કાર્યકર્તાઓ વિરોધ કરવાના હોવાથી શાળાના બંને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી રોષે ભરાઈ કાર્યકર્તાઓ દરવાજા કૂદીને શાળામાં ઘૂસી ગયા હતા. તેમજ ગેટ પર લગાવવામાં આવેલું તાળું પણ પથ્થરથી તોડી નાખ્યું હતું. જે બાદ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓએ ભારત માતાકી જય અને જય શ્રી રામના નારા લગાવી અને હિન્દુ સ્કૂલમાં વિધર્મી શિક્ષક કેમ? વિદ્યાર્થીઓને વેદોનું જ્ઞાન ક્યારે આપશો? તેવા બેનર સાથે શાળામાં શાળામાં પ્રવેશ કરી દીધો હતો. શાળાને મદરેસા બનાવી દેવામાં આવી હોવાનો બજરંગ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. રજૂઆત સાંભળ્યા વિના સ્ટાફ ઘરે જતો રહ્યો આ સમયે પોલીસને પણ બોલાવવી પડી હતી. એટલું જ નહીં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. બજરંગ દળના કાર્યકર્તાઓની રજૂઆત સાંભળ્યા વગર જ તમામ સ્ટાફ રૂમ અને ઓફિસને તાળું મારીને ઘરે જતા રહ્યા હતાં. કાર્યકર્તાઓએ શાળામાં બીજા માળે જવાનો ઈલેક્ટ્રિક દરવાજો પણ બંધ કરી દેતા તેને ખેંચીને ખોલી દેવામાં આવ્યા હતા. જે બાદ કેમ્પસમાં ખુલ્લા પગે રાષ્ટ્રગાન અને પ્રાર્થના ગવડાવી હતી. જો કે શાળા દ્વારા કોઈપણ રજૂઆત સાંભળવામાં ન આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ પરત ફર્યા હતા. 'સ્કૂલમાં ઈસ્લામિક વિચારધારાના લોકો કામ કરે છે' બજરંગ દળ ઉપપ્રમુખ હિરેન રબારીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં ઈસ્લામિક વિચારધારાના લોકો કામ કરી રહ્યા છે. તે તમામ લોકોને મેનેજમેન્ટ દ્વારા દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેથી DEOએ તેવા લોકોને સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. પરંતુ સસ્પેન્ડ નહી તેમને ફરજમાંથી દૂર કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. રાષ્ટ્રગાન બંધ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને દેશપ્રેમ ક્યાંથી આવશે? મલાલા પુસ્તક આપવામાં આવ્યું છે તેમાં તેમનું કહેવું એવું છે કે, સોશિયલ એક્ટિવિટી છે. મીરાંબાઈ જેવા વીર મહિલાઓના પુસ્તકનું પણ તો વિતરણ થવું જોઈએ. ચોક્કસ એક ધર્મના પ્રચાર પ્રસાર માટે પુસ્તક આપવામાં આવ્યું હોય તો તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. 'દેશ અને ધર્મ વિરૂદ્ધ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે' વધુમાં હિરેન રબારીએ જણાવ્યું હતું કે, આનંદ નિકેતન નામની મદરેસામાં ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બાળકોને દેશ અને ધર્મના વિરુદ્ધ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. પુસ્તક વિતરણ કરીને ઈસ્લામને પ્રમોટ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મુસ્લિમ લોકો ઈન્ટરફિયર થાય છે તે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    જેપી નડ્ડાની તબિયત બગડી:દિલ્હી AIIMSમાં દાખલ કરાયા, એન્જીયોગ્રાફી કરવામાં આવી; હાલત સ્થિર
    Next Article
    ભરૂચમાં બી ડિવિઝન પોલીસની તિરંગા યાત્રા નીકળી:અંબેમાતા શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા, રાષ્ટ્રપ્રેમનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment