Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારપુર GMERS હોસ્પિટલમાં 4 મહિનાના બાળકની જટિલ સર્જરી:'ઈન્ટસસસેપ્શન' બીમારીથી પીડાતા બાળકને તબીબોએ નવજીવન આપ્યું

    4 days ago

    પાટણની ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સર્જરી વિભાગે 4 મહિનાના બાળક પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી છે. આ સર્જરી દ્વારા બાળકને 'ઈન્ટસસસેપ્શન' નામની ગંભીર આંતરડાની બીમારીમાંથી મુક્તિ મળી છે. બાળકને પેટમાં અસહ્ય દુખાવો, ઉલટી અને પેટ ફૂલવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તબીબી તપાસ અને ઈમેજિંગ રિપોર્ટ્સમાં તેને 'ઈન્ટસસસેપ્શન' નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું. આ સ્થિતિમાં એક આંતરડું બીજા આંતરડામાં પ્રવેશી જાય છે, જે નાના બાળકોમાં આંતરડાના અવરોધનું મુખ્ય કારણ બને છે અને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપ જરૂરી બને છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સર્જરી યુનિટના વડા ડો. કૌશિક કડિયા અને ડો. સાગર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે તાત્કાલિક લેપ્રોટોમી સર્જરી કરવાનો નિર્ણય લીધો. આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને બાળકના આંતરડાની સ્થિતિ સામાન્ય કરવામાં આવી. એનેસ્થેસિયા વિભાગના ડો. હના મુસા અને બાળરોગ નિષ્ણાત ડો. નેહા શર્માએ પણ સર્જરીમાં સહયોગ આપ્યો હતો. સફળ સર્જરી બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સફળ સર્જરી બાદ તબીબોએ જણાવ્યું કે, નાના બાળકોમાં પેટનો અસહ્ય દુખાવો, ઉલટી અથવા મળમાં લોહી જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત મહત્વપૂર્ણ છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં બી ડિવિઝન પોલીસની તિરંગા યાત્રા નીકળી:અંબેમાતા શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા, રાષ્ટ્રપ્રેમનો સંદેશ અપાયો
    Next Article
    જામનગર LCB ASI નાનજી પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રક:80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશિષ્ટ સેવા બદલ સન્માન, પોલીસબેડામાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment