Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ગેસ કટીંગ કેસનો ફરાર આરોપી પકડાયો:રાજસ્થાનના સાંચોરથી ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે ઝડપ્યો

    1 day ago

    મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેસ કટીંગના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈ રાજસ્થાનના જાલોર જિલ્લાના ચીતલવાણા તાલુકાના બાગલી ગામનો રહેવાસી છે. તે છેલ્લા દોઢ વર્ષથી ગેસ કટીંગના ગુનામાં પોલીસ પકડથી બચી રહ્યો હતો. આરોપીને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ સ્ટાફને વિશેષ સૂચનાઓ આપી હતી. સ્ટાફે ટેકનિકલ વર્ક અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું હતું. બાતમીના આધારે, પોલીસ ટીમે રાજસ્થાનના સાંચોર ખાતે આવેલા એક રેસ્ટ એરિયામાંથી ભગીરથ મેઘારામ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો. આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકે લાવી ગુના સંબંધિત વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસ્યા:ભાવનગર શહેર અને જિલ્લામાં આગાહી વચ્ચે બપોર બાદ ધીમીધારે વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    મહિલા સભ્યોના પતિઓની બોટાદ પાલિકામાં પ્રવેશબંધી!:ચીફ ઓફિસરે સ્વીકાર્યું-'તકેદારીના ભાગરૂપે નોટિસ લગાવી', વહીવટી કામકાજમાં દખલગીરીની ઉઠતાં કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment