Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસ્યા:ભાવનગર શહેર અને જિલ્લામાં આગાહી વચ્ચે બપોર બાદ ધીમીધારે વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    1 day ago

    હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ભાવનગરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, ત્યારે બપોરે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું, શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, નીલમબાગ સર્કલ, નવાપરા, કાળાનાળા, વઘાવાડી રોડ, હિમાલિયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે, છેલ્લા 5 દિવસનું શહેરનું તાપમાનનો પારો તા.9 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.4 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 52 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.10 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.11 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 29.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.7 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું હતું અને 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.12 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.4 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.13 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 92 ટકા નોંધાયું હતું અને 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.14 ઓગસ્ટના રોજ ન્યૂનતમ તાપમાન 26.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 86 ટકા નોંધાયું હતું અને 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો,
    Click here to Read More
    Previous Article
    ચાની લારી ચલાવતો 'નિતીન વડચક' ચાઈનીઝ સાયબર માફિયા બન્યો:દુબઈથી નેપાળ બોર્ડર પાર કરી સુરત પહોંચ્યો ને પકડાયો, રૂ.31 કરોડના વ્યવહારો અને કરોડોના હીરાની છેતરપિંડી
    Next Article
    મોરબી ગેસ કટીંગ કેસનો ફરાર આરોપી પકડાયો:રાજસ્થાનના સાંચોરથી ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment