Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સભ્યોના પતિઓની બોટાદ પાલિકામાં પ્રવેશબંધી!:ચીફ ઓફિસરે સ્વીકાર્યું-'તકેદારીના ભાગરૂપે નોટિસ લગાવી', વહીવટી કામકાજમાં દખલગીરીની ઉઠતાં કાર્યવાહી

    1 day ago

    બોટાદ નગરપાલિકામાં મહિલા સભ્યોના પતિઓના પ્રવેશને લઈને લગાવવામાં આવેલી નોટિસે ભારે ચર્ચા જગાવી છે. નગરપાલિકાના નોટિસ બોર્ડ પર આ અંગે નોટિસ લગાવવામાં આવી હોવાનો ચીફ ઓફિસર એચ. કે. પટેલે સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે 'તકેદારીના ભાગરૂપે નોટિસ લગાવી' છે વહીવટી કામગીરીમાં સભ્યના પતિઓની દખલગીરી ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ, મહિલા સભ્યોના પતિઓ અથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા નગરપાલિકાના વહીવટી કામકાજમાં દખલગીરી કરવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી. જેને પગલે તકેદારીના ભાગરૂપે આ નોટિસ લગાવવામાં આવી છે. નોટિસને પગલે રાજકીય ગરમાવો મહિલા સભ્યોના પતિઓને લઈને લગાવવામાં આવેલી આ નોટિસ બાદ નગરપાલિકા વર્તુળોમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ નોટિસ ખરેખર જરૂરી હતી કે બિનજરૂરી રીતે લગાવવામાં આવી છે, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોઈને નિશાન બનાવવાનો ઈરાદો નહીં ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ નોટિસનો હેતુ કોઈ વ્યક્તિને નિશાન બનાવવાનો નથી, પરંતુ નગરપાલિકાના વહીવટી કામકાજમાં નિયમો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માત્ર તકેદારી રાખવાનો છે.બોટાદ નગરપાલિકામાં મહિલા સભ્યોના પતિઓના પ્રવેશ પર નોટિસ: ચીફ ઓફિસરે સ્વીકાર્યું, 'તકેદારીના ભાગરૂપે નોટિસ લગાવી'
    Click here to Read More
    Previous Article
    મોરબી ગેસ કટીંગ કેસનો ફરાર આરોપી પકડાયો:રાજસ્થાનના સાંચોરથી ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે ઝડપ્યો
    Next Article
    Uttarakhand Tunnel Tragedy Update | ઉત્તરાખંડના ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોના મોત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment