Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના મેઢસીંગીમાં અંતિમયાત્રા લઇ જવામાં પણ હાલાકી:લોકો કાદવ ખૂંદીને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા મજબૂર, પાકો માર્ગ બનાવવાની માંગ

    1 day ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢસીંગી ગામે સ્મશાન તરફ જતા રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચોમાસાની ઋતુમાં પાકા રસ્તા વિના ડાઘુઓએ કાદવ-કિચડ ખૂંદીને અંતિમયાત્રા લઈ જવાની ફરજ પડે છે. તાજેતરમાં જ એક અંતિમયાત્રા દરમિયાન આવી સ્થિતિ જોવા મળી હતી. મેઢસીંગી ગામના આંબલી ફળિયાથી સ્મશાન સુધીનો આશરે અડધા કિલોમીટરનો રસ્તો વર્ષોથી કાચો છે. ચોમાસામાં આ રસ્તો કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે. તાજેતરમાં, આંબલી ફળિયાના 60 વર્ષીય બારકીયાભાઈ ગામીતનું અવસાન થતાં, તેમની અંતિમયાત્રા આ કાદવવાળા રસ્તેથી પસાર થઈ હતી, જેના કારણે ડાઘુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તાપી જિલ્લામાં મુખ્ય ગામોને જોડતા પાકા રસ્તાઓનું નિર્માણ થયું છે, પરંતુ ગામોના આંતરિક ફળિયાઓને જોડતા માર્ગો હજુ પણ કાચા છે. વહીવટી તંત્રની બેદરકારીને કારણે આ આંતરિક રસ્તાઓ પાકા બન્યા નથી, જેના પરિણામે ચોમાસામાં ગ્રામજનોને કાદવ-કિચડવાળા રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડે છે. દર ચોમાસે આવી જ હાલાકીનો સામનો કરવો પડતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આગામી ચોમાસા પહેલા સ્મશાન તરફ જતા રસ્તાને પાકો બનાવવાની માંગ કરી છે. આ મુદ્દે ગામના સરપંચ ગૌન્તીયાભાઈ ઠાકોરભાઈ ગામીતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સ્મશાન તરફ જતા આંબલી ફળિયાના રસ્તા અંગે રજૂઆત મળી છે. આ રસ્તાને પાકો બનાવવા માટે હાલમાં જ તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરવામાં આવી છે. મંજૂરી મળતા જ રસ્તો બનાવી દેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભગિની સમાજમાં શ્રાવણ માસ નિમિત્તે શિવકથાનો પ્રારંભ:પાટણના રેખાબેન જાની દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન
    Next Article
    સાયબર ફ્રોડ:ફ્રોડ માટે કમિશને લીધેલા ખાતાંમાં રૂ. 2.73 કરોડના વ્યવહાર મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment