Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડ:ફ્રોડ માટે કમિશને લીધેલા ખાતાંમાં રૂ. 2.73 કરોડના વ્યવહાર મળ્યા

    1 day ago

    અને શેરબજાર અને રોકાણ યોજનામાં 390% સુધીના વળતરની લાલચ આપી રૂ. 19.60 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરવાના ગુનામાં સાયબર ક્રાઇમ સેલે ફરાર આરોપી વિવેક બેલડિયાની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીના પુત્રને શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને વોટ્સએપ ગ્રુપમાં જોડી, બોગસ વેબસાઇટ પર ખોટો નફો દર્શાવીને કુલ રૂ. 19.60 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડી અંગે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાતા ગુનો દાખલ કરાયો હતો.તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલ આરોપી વિવેકે કમિશનના બદલામાં સાયબર ઠગાઈના નાણાંની લેવડદેવડ માટે ICICI બેંકનું ખાતું ઉપલબ્ધ કરાવ્યું હતું. આ ખાતું અગાઉ પકડાયેલા સત્યજીત માંજરીયાના નામે હતું, જેને પંકજ રામાણી મારફતે વિવેક બેલડિયા સુધી પહોંચાડાયું હતું. આ ખાતામાં 2.73 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા હતા અને દેશભરમાંથી 37 ફરિયાદો નોંધાયેલી છે. સાયબર સેલે અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીના મેઢસીંગીમાં અંતિમયાત્રા લઇ જવામાં પણ હાલાકી:લોકો કાદવ ખૂંદીને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા મજબૂર, પાકો માર્ગ બનાવવાની માંગ
    Next Article
    જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારીમાં નજીવો ઘટાડો:WPI મોંઘવારી જૂનના 9.87% થી ઘટીને 9.78% થઈ, સરકારી ડેટામાં માહિતી સામે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment