Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારીમાં નજીવો ઘટાડો:WPI મોંઘવારી જૂનના 9.87% થી ઘટીને 9.78% થઈ, સરકારી ડેટામાં માહિતી સામે આવી

    1 day ago

    જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર નજીવો ઘટીને 9.78% થયો. એક મહિના પહેલા જૂનમાં WPI મોંઘવારી દર 9.87% હતો. જુલાઈનો દર જૂન કરતાં 0.09% ઓછો રહ્યો. જથ્થાબંધ મોંઘવારીના 4 ભાગ પ્રાથમિક વસ્તુઓ, જેનું વેઇટેજ 22.62% છે. ફ્યુઅલ અને પાવરનું વેઇટેજ 13.15% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનું વેઇટેજ સૌથી વધુ 64.23% છે. પ્રાથમિક વસ્તુઓના પણ ચાર ભાગ છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ની સામાન્ય માણસ પર અસર જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPI ને નિયંત્રિત કરી શકે છે. જેમ કે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાતને એક મર્યાદામાં જ ઘટાડી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું વધુ વેઇટેજ હોય ​​છે. મોંઘવારી કેવી રીતે માપવામાં આવે છે? ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. આને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવાય છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)નો અર્થ તે કિંમતોથી થાય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલે છે. મોંઘવારી માપવા માટે અલગ-અલગ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે, જથ્થાબંધ મોંઘવારીમાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો 63.75%, પ્રાથમિક વસ્તુઓ જેવી કે ખાદ્યપદાર્થોનો 22.62% અને ઇંધણ અને વીજળીનો 13.15% હોય છે. જ્યારે, છૂટક મોંઘવારીમાં ખાદ્યપદાર્થો અને ઉત્પાદનોની ભાગીદારી 45.86%, આવાસની 10.07% અને ઇંધણ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડ:ફ્રોડ માટે કમિશને લીધેલા ખાતાંમાં રૂ. 2.73 કરોડના વ્યવહાર મળ્યા
    Next Article
    ભાગલાની પીડા વચ્ચે માનવતા મહેકી!:'બંટવારા 1947'માં સની દેઓલ-શબાના આઝમીનું દમદાર પરફોર્મન્સ, સિકંદર અને માઈની વાર્તા આંખો ભીની કરી દેશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment