Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગિની સમાજમાં શ્રાવણ માસ નિમિત્તે શિવકથાનો પ્રારંભ:પાટણના રેખાબેન જાની દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન

    1 day ago

    શ્રાવણ માસના પ્રારંભે પાટણના ભગિની સમાજમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. આ કથાનું આયોજન 13 ઓગસ્ટ, 2026 થી 19 ઓગસ્ટ, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. પાટણ નિવાસી વિદ્વાન શિવ ઉપાસક રેખાબેન જાની દરરોજ બપોરે ત્રણ થી પાંચ દરમિયાન કથાનું રસપાન કરાવશે. કથાનું ઉદ્ઘાટન ભગિની સમાજના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈના હસ્તે અખંડ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. શિવ ઉપાસક રેખાબેન જાનીએ ખૂબ જ સરળ શૈલીમાં ઉદાહરણો સાથે શિવ કથાનો પ્રારંભ કર્યો. તેમણે ભક્તોએ શા માટે અને કેવી રીતે શિવ ઉપાસના કરવી જોઈએ, તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર અને કથા શ્રવણ કરનાર શ્રાવકોના લક્ષણો કેવા હોવા જોઈએ તે અંગે શ્રેષ્ઠ માહિતી આપી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વાલીબેન પટેલ, મંત્રી લીલાબેન સ્વામી, સંસ્થાના કર્મચારીગણ અને પાટણના સુજ્ઞ નગરજનોએ પોથીની પૂજા કરી હતી. મહાકાળી મંદિરના માઈ ભક્ત અશોકભાઈ વ્યાસ અને તેમના ધર્મપત્નીએ આરતીનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગરિમા યુટ્યુબ પર છેતરપિંડી કરવાના આઈડિયા જાણતી:ડોક્ટરના નામે લીધી 1.40 કરોડની લોન, 3 લાખનો EMI, 8મા માળેથી કૂદીને ડોક્ટરની આત્મહત્યા; લખ્યું- મોતની જવાબદાર ઠગ ગરિમા
    Next Article
    તાપીના મેઢસીંગીમાં અંતિમયાત્રા લઇ જવામાં પણ હાલાકી:લોકો કાદવ ખૂંદીને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા મજબૂર, પાકો માર્ગ બનાવવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment