Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માપદંડો મુજબ ખરેખર લાભ થશે કે કેમ તેની ચકાસણી થશે:ખાડીપૂર રોકાતું નથી અને ઉબેર પ્રોજેક્ટ માટે ખાડી ડાયવર્ટ કરવાનું આયોજન, બધુ બોન્ડના સહારે

    1 day ago

    પાલિકાના 200 કરોડના ગ્રીન બોન્ડથી થનારા પ્રોજેક્ટ્સની પર્યવરણીય અસર ચકાસવા કન્સલ્ટન્ટ નિમાશે. નવાઈની વાત એ છે કે, તંત્રથી ખાડીપૂર રોકાતું નથી અને ઉબેર પ્રોજેક્ટ માટે ખાડી ડાયવર્ટ કરવાનું આયોજન કરાયું છે, જે માટે બોન્ડની રકમમાંથી 74.42 કરોડ ફાળવાશે. બોન્ડની શરતો મુજબ માત્ર નાણાં કયા કામમાં વપરાયાં તે નહીં, પરંતુ તેના કારણે કેટલો વાસ્તવિક પર્યાવરણીય લાભ થયો, પ્રોજેક્ટના માપદંડો સિદ્ધ થયા કે નહીં અને પ્રોજેક્ટની અસર શું રહી તેનું મૂલ્યાંકન કરાશે. ઉંબેરના 407 કરોડના વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટને ખાડી પૂરનું જોખમ ઉબેર વેસ્ટ ડિસ્પોઝલ સાઇટને લઈને અગાઉથી જ પૂર-પાણી ભરાવાની ચિંતા હતી. પાલિકાએ હવે ખાડી ઓવરફ્લોની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાઇડ્રોલોજિકલ અભ્યાસ પણ શરૂ કર્યો છે, જેમાં ખાડીઓની પહોળાઈ, ઊંડાઈ, પાણીના પ્રવાહમાં અવરોધ અને પૂરનાં કારણોનું મોડેલિંગ બનાવાશે. હાલના સંજોગોમાં ઉબેર પ્રોજેક્ટ અંગે સવાલ એ છે કે, પ્રોજેક્ટના મૂળ આયોજનમાં ખાડી ડાયવર્ઝન,ગેબિયન સ્ટ્રક્ચર છતાં જો ભારે વરસાદમાં સાઇટ પર પાણી ફરી વળે તો પ્લાન્ટની ફ્લડ-રેઝિલિયન્સ કેટલી અસરકારક છે? હવે કન્સલ્ટન્ટ માટે અગત્યની કસોટી! ઈમ્પેક્ટ ચકાસણીમાં ખાડી ડાયવર્ઝનની અસર, સાઇટનું ફ્લડ લેવલ, પાણીના નિકાલની ક્ષમતા, પ્લાન્ટ પર પૂરનું જોખમ, સતત કામગીરી શક્ય છે કે નહીં તેની પણ તપાસ કરાશે. પ્રોજેક્ટની વધતી કિંમત અને સમયમર્યાદા પણ તેનો જ ભાગ છે. ઉબેરમાં કયા કયા પ્રોજેક્ટ કરાશે? બોન્ડમાંથી ખાડી ડાયવર્ટ કરવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે ખર્ચ કરશે, જેમાં કેનાલ ડાઇવર્ઝન, ગેબિયન સ્ટ્રક્ચર સહિતના પાણી ડાયવર્ઝન સંબંધિત કામો કરાશે.
    Click here to Read More
    Previous Article
    ઈચ્છાપોરની સનસિટી હોટેલમાં જુગાર રમતા 29 ઝડપાયા:સૈયદપુરાનો રિક્ષાવાળો જુગાર રમાડવા સંચાલકને રોજના 20 હજાર આપતો
    Next Article
    ચેમ્બરે રજૂઆત કરતા CMએ ખાતરી આપી:ઔદ્યોગિક નીતિનો GR જાહેર ન થતાં રોકાણકારો મુંઝવણમાં, અબજોના પ્રોજેક્ટ હોલ્ડ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment