Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેમ્બરે રજૂઆત કરતા CMએ ખાતરી આપી:ઔદ્યોગિક નીતિનો GR જાહેર ન થતાં રોકાણકારો મુંઝવણમાં, અબજોના પ્રોજેક્ટ હોલ્ડ થયા

    1 day ago

    સરકારે નવા રોકાણોને આકર્ષવા ઓદ્યોગિક નીતિ-2026ની જાહેરાત તો કરી, પરંતુ 2 મહિને પણ GR બહાર ન પડાતાં રોકાણકારો મુંઝાયા છે. હાલમાં અબજોના નવા પ્રોજેક્ટ, સબસિડી સંબંધિત નિર્ણયો વગેરે અટકી પડ્યા છે. વધુ વિલંબ થાય તો આ આડઅસરો પડી શકે રોકાણકારો અસમંજસમાં મુકાતાં નવા પ્રોજેક્ટ્સ અટકે : દેશ-વિદેશના રોકાણકારો નવી ફેક્ટરીઓ માટે કરોડોનું રોકાણ કરતાં પહેલાં GR ની અંતિમ માર્ગદર્શિકા વાંચવા માંગે છે. તે ન મળતાં જમીન ખરીદી, પ્લાન્ટ લે-આઉટ અને મશીનરીના નવા ઓર્ડર હોલ્ડ થઈ જાય છે. સબસિડી અને સરકારી પ્રોત્સાહનોનું કામકાજ ઠપ : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો (DIC) કે પોર્ટલ પર નવી નીતિ હેઠળ કેપિટલ/ઇન્ટરેસ્ટ સબસિડીની અરજીઓ સ્વીકારવા શરૂ થતું નથી.પરિણામે જૂની નીતિ અને નવી નીતિ વચ્ચે સ્થપાતા એકમો સબસિડીથી વંચિત રહેવાનો ડર ઊભો થાય છે. બેંકોમાંથી ટર્મ લોન અને ફાઈનાન્સ અટકી પડે : બેંકો પ્રોજેક્ટ રિપોર્ટમાં સબસિડી અને સરકારી ઇન્સેન્ટિવ્સ ગણવા માટે સત્તાવાર GR ની માંગણી કરે છે, GR ન હોવાથી બેંકો પ્રોજેક્ટ વાયબિલિટી પર શંકા દર્શાવી લોન મંજૂર કરતી નથી. જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટૂંક સમયમાં જ GR પ્રસિદ્ધ કરવાની ખાતરી આપી છે. જોગવાઈ, સબસિડી, રિબેટ મુદ્દે અસમંજસ ‘રાજ્ય સરકાર તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે ખૂબ જ ટૂંક સમયમાં ઔદ્યોગિક નીતિ-2026નો સત્તાવાર GR પ્રસિદ્ધ કરાશે. સત્તાવાર GR બહાર પડતાં જ નીતિગત જોગવાઈઓ, કેપિટલ સબસિડી, ટેક્સ રિબેટ્સ અને ઇન્સેન્ટિવ્સ અંગે ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે. પરિણામે ગુજરાતમાં પાઈપલાઈનમાં રહેલા અબજો રૂપિયાના નવા ઔદ્યોગિક રોકાણો ઝડપથી જમીન પર ઊતરશે અને રાજ્યના અર્થતંત્રને મોટો બૂસ્ટ મળશે.’ > અશોક જીરાવાલા, ચેમ્બર પ્રમુખ
    Click here to Read More
    Previous Article
    માપદંડો મુજબ ખરેખર લાભ થશે કે કેમ તેની ચકાસણી થશે:ખાડીપૂર રોકાતું નથી અને ઉબેર પ્રોજેક્ટ માટે ખાડી ડાયવર્ટ કરવાનું આયોજન, બધુ બોન્ડના સહારે
    Next Article
    Bharat Dynamics Q1 Results Today: Time, Earnings Call, Dividend News, What To Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment