Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈચ્છાપોરની સનસિટી હોટેલમાં જુગાર રમતા 29 ઝડપાયા:સૈયદપુરાનો રિક્ષાવાળો જુગાર રમાડવા સંચાલકને રોજના 20 હજાર આપતો

    1 day ago

    ઇચ્છાપોરની સનસિટી હોટલમાં પોલીસે મધરાત્રે દરોડા પાડીને જુગાર રમતા મહિલા સહિત 29ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ, ફોન, ફોર વ્હીલ સહિત કુલ 24.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ હોટલમાં જુગાર રમાડવા માટે સૈયદપુરાનો 34 વર્ષીય રિક્ષાચાલક સાજીદ મોતિયાણી, ડિંડોલીનો શાહરૂખ શેખ, ઉમરવાડાનો આસીફખાન પઠાણ હોટલના સંચાલક મહેશ હીરા ચૌધરી( સિદ્ધિચક્ર રેસિડેન્સી, પાલ ગૌરવપથ રોડ)ને રોજના 20 હજાર રૂપિયા ચૂકવતો હતો. મહેશ ચૌધરી છેલ્લાં દોઢ વર્ષથી ભાડેથી આ હોટલ ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે રિક્ષાવાળા સાજીદ મોતીયાણી ઓળખીતાને રાત્રે જુગાર રમવા બોલાવતો હતો. પકડાયેલા મોટેભાગના મજૂરીકરે છે. પોલીસે રેડ પાડી ત્યારે જે રૂમમાં જુગાર ચાલતો હતો તે રૂમની હોટેલના રજીસ્ટ્રારમાં કોઈ એન્ટ્રી ન હતી. નિયમ પ્રમાણે રજીસ્ટ્રારમાં એન્ટ્રી કરવામાં આવે છે. જો કે અહીં બેનંબરના કામ હોવાથી એન્ટ્રી કરાય ન હતી. આ બાબતે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગની પણ કાર્યવાહી કરાશે. હોટલમાં રોજ 3થી 4 લાખનો જુગાર રમાતો છેલ્લાં દોઢ વર્ષથી ભાડેથી આ હોટલ ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે રિક્ષાવાળા સાજીદ મોતીયાણી ઓળખીતાને રાત્રે જુગાર રમવા બોલાવતો હતો. પકડાયેલા મોટેભાગના મજૂરીકરે છે. પોલીસે રેડ પાડી ત્યારે જે રૂમમાં જુગાર ચાલતો હતો તે રૂમની હોટેલના રજીસ્ટ્રારમાં કોઈ એન્ટ્રી ન હતી. નિયમ પ્રમાણે રજીસ્ટ્રારમાં એન્ટ્રી કરવામાં આવે છે. જો કે અહીં બેનંબરના કામ હોવાથી એન્ટ્રી કરાય ન હતી. આ બાબતે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગની પણ કાર્યવાહી કરાશે. ઈચ્છાપોરની સનસિટી હોટેલમાં ચોથા માળે રૂમમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જુગાર ચાલતો હતો. રોજ3થી 4 લાખનો જુગાર રમાતો હતો. પોલીસને શંકા ન જાય તે માટે મધરાતે જુગાર રમતા હતા. વળી ઓળખીતા હોય તેવાને હોટેલના રૂમમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. હોટેલની નીચે રીક્ષામાં સાજીદના પન્ટરો બેઠેલા હોય છે. ઓળખીતા જુગારીઓ હોય તેવાને ઉપર રૂમ સુધી લઈ જતા હતા. જુગારીઓને ખાવા-પીવા સહિતની મ સુવિધાઓ આપવામાં આવતી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મોટા દહીસરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ:પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ધ્વજવંદન કરાવશે
    Next Article
    માપદંડો મુજબ ખરેખર લાભ થશે કે કેમ તેની ચકાસણી થશે:ખાડીપૂર રોકાતું નથી અને ઉબેર પ્રોજેક્ટ માટે ખાડી ડાયવર્ટ કરવાનું આયોજન, બધુ બોન્ડના સહારે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment