Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મોટા દહીસરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ:પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ધ્વજવંદન કરાવશે

    1 day ago

    મોરબી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીસરા ગામે યોજાશે. આ મુખ્ય સમારોહમાં જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.કાર્યક્રમને શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન કરવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોટા દહીસરા ખાતે રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ દરમિયાન ધ્વજવંદન પ્રોટોકોલ, પોલીસ સલામી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા તેમજ મંડપ સહિતની સમગ્ર વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કલેક્ટર સ્વપ્નિલ ખરેની સીધી દેખરેખ હેઠળ યોજાયેલા રિહર્સલમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યક્રમના આયોજન અંગે જરૂરી સૂચનાઓ અને દિશાનિર્દેશો અપાયા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈ કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનીલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિત સંબંધિત અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મોટા દહીસરા ખાતે યોજાનારા આ જિલ્લા કક્ષાના સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમને રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના માહોલમાં ભવ્ય રીતે ઉજવવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં કોંગ્રેસની મૌન રેલી પહેલાં જ આગેવાનોની અટકાયત:પોલીસ સાથે ખેંચતાણના દૃશ્યો, કાર્યકરોમાં રોષ
    Next Article
    ઈચ્છાપોરની સનસિટી હોટેલમાં જુગાર રમતા 29 ઝડપાયા:સૈયદપુરાનો રિક્ષાવાળો જુગાર રમાડવા સંચાલકને રોજના 20 હજાર આપતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment