Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કોંગ્રેસની મૌન રેલી પહેલાં જ આગેવાનોની અટકાયત:પોલીસ સાથે ખેંચતાણના દૃશ્યો, કાર્યકરોમાં રોષ

    1 day ago

    ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મૌન રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલી સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં આ રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની કોંગ્રેસે જાહેરાત કરી હતી. રેલી માટે આગેવાનો અને કાર્યકરો એકત્રિત થતાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો વચ્ચે ખેંચતાણના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. આ કાર્યવાહીનો વિરોધ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય ઝુબેર પટેલ, જીગ્નેશ ભ્રમભટ્ટ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલી યોજાય તે પહેલાં જ અટકાયત થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન થશે:અમિતકુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા મેડલ, જુઓ લિસ્ટ
    Next Article
    મોરબીમાં મોટા દહીસરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ:પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ધ્વજવંદન કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment