Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ:અડધું અમરેલી સ્વચ્છ અને રોશનીથી ઝગમગ અને અડધું ગંદકીથી ભરપૂર

    16 hours ago

    સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈની કામગીરી અપેક્ષા મુજબ ન થતી હોવાના કારણે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગો અને ઉજવણી સાથે સંકળાયેલા વિસ્તારોને પ્રાથમિકતા મળતી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયત રોડ પર પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત જોવા મળી રહી છે. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કામગીરી જરૂરી બની છે. શહેરના બસસ્ટેન્ડ રોડ અને રાજકમલ ચોક જેવા વ્યસ્ત વિસ્તારોમાં રખડતા પશુઓનો જમાવડો પણ ટ્રાફિક માટે માથાનો દુખાવો બની રહ્યો છે. રસ્તા વચ્ચે પશુઓ બેસી રહેતા વાહનચાલકોને વારંવાર માર્ગ બદલવો પડે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઉજવણી પહેલાં પાલિકા માટે પડકાર સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં થવાની છે ત્યારે શહેરની સુંદરતા જાળવવાની સાથે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી પણ તંત્ર માટે મહત્વપૂર્ણ પડકાર છે. સફાઈ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીનો નિકાલ અને રખડતા પશુઓની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    મેઘરાજા આક્રમક બેટિંગ:વલસાડમાં ધોધમાર, જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, બાકી વાવણીમાં રાહત
    Next Article
    પ્રથમ દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા:ભક્તોએ ભોળાનાથનો અભિષેક કરીને પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment