Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજા આક્રમક બેટિંગ:વલસાડમાં ધોધમાર, જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, બાકી વાવણીમાં રાહત

    16 hours ago

    વલસાડ જિલ્લામાં 22 જૂને ચોમાસુ બેઠાં બાદ સમયાંતર હળવો કે નહિવત વરસાદ થતાં ડાંગરના ખેડૂતોમાં ચિંતા હતી પરંતું હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે વલસાડમાં સવારે 7 વાગ્યાના એક કલાકમાં દોઢ ઇંચ ભારે વરસાદ ઝિંકાતા પાણી પાણી્ થઇ ગયા હતા. સવારે 6થી સાંજે 6 વાગ્યાના 12 કલાકમાં વલસાડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે નાનાપોંઢામાં 2.5 ઇંચ અને અન્ય તાલુકાઓમાં પણ મોગરાવાડી સહિતના રેલવે અન્ડપાસમાં ફરી જળબંબાકાર થતાં વાહનો ખોટકાયા હતા. વિદ્યાર્થીઓ, નોકરીયાતો, સામાન્ય લોકોને 2.5 કિમનો ચકરાવો ખાવાની નોબત આવી હતી. જિલ્લામાં સર્વત્ર વરસાદના કારણે ધરમપુર,કપરાડા,વલસાડ, પારડી સહિતના તાલુકાઓમાં ડાંગરની બાકી વાવણીનું કામ વરસાદ વચ્ચે આગળ ધપી રહ્યું છે. ખેતી માટે વર્તાઇ રહી હતી,પરંતું અઠવાડિયાથી વાવણી લાયક વર્ષા નહિ થતાં ધરતીપૂત્રો અનાજ પકવવા મેઘરાજાની ચિંતામાં હતા ત્યારે જ 13 ઓગષ્ટ ગુરૂવારે સવારથી તમામ તાલુકાઓ વરસાદથી ભિંજાયા હતા. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં 3.0 ઇંચ વરસાદ પડ્યો હતો.સિઝનની શરૂઆતમાં વલસાડ જિલ્લામાં ચોમાસું લંબાતાં ખેડૂતોને ડાંગરના ખેતી માટે વરસાદની ભારે જરુરિયાત ઉભી થઇ રહી છે. જૂનની 15 કે 16 તારીખથી સામાન્ય રીતે ચોમાસું બેસી જતું હોવાની પરંપરા છે અને તેમાંય કેરળમાં ચોમાસું મંડાયા બાદ મુંબઇમાં મૂશળધાર વરસાદનું આગમન થયા બાદ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતો હોય છે.પરંતું આ વખતે ચોમાસું લંબાતાં સૌ ચિંતામાં મૂકાઇ ગયા હતા. લંબાઇ જતાં ઊનાળો બેઠો હોય તેવી સખત બેચેની અને ઉકળાટ સર્જાયો હતો,પરંતું જૂલાઇ માસથી તમામ કસર મેઘરાજાએ પૂરી કરી દીધી છે. 21 જૂન બાદ ઉમરગામ,કપરાડા સિવાય છેલ્લા અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદની રાહ જોવાઇ રહી હતી. 26 જુલાઇએ વરસાદથી તમામ તાલુકામાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું.જેના કારણે ફેરવાવણીના કામ માટે બેઠો વરસાદ જરૂરી હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગાજી:તંત્ર દ્વારા 3થી 6 વર્ષના છાત્રો માટે 700 મીટર સુધીની ટ્રાન્સપોર્ટ સુવિધા અને પાઠ્યપુસ્તક ન મળવા બાબતે પ્રશ્નો કર્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:અડધું અમરેલી સ્વચ્છ અને રોશનીથી ઝગમગ અને અડધું ગંદકીથી ભરપૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment