Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગાજી:તંત્ર દ્વારા 3થી 6 વર્ષના છાત્રો માટે 700 મીટર સુધીની ટ્રાન્સપોર્ટ સુવિધા અને પાઠ્યપુસ્તક ન મળવા બાબતે પ્રશ્નો કર્યા

    17 hours ago

    નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભારે ચર્ચા અને વિવાદ વચ્ચે યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા વરસાદી નુકસાન અને રાહત કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી, તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા નિકુંજ ગામિત દ્વારા વિવિધ જ્વલંત મુદ્દે શાસક પક્ષને આડેહાથ લેવામાં આવ્યો હતો. સભામાં થયેલી ચર્ચાઓ અને પ્રશ્નોના જવાબો કેટલાક વિભાગોમાં અસંતોષકારક અને ગંભીરતાના અભાવવાળા હોવાનો આક્ષેપ કરાયો હતો. જુલાઈ મહિનાની હોનારતમાં જિલ્લાના વાંસદા અને ચીખલી જેવા અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ અને રેલવેના પાણીના ભરાવાને કારણે ગામોમાં ઘરવખરી, પાક, રસ્તા તથા નાળાને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનના વળતર અને ક્ષતિગ્રસ્ત આવાસો અંગે સંતોષકારક જવાબો ન મળતા રોષ વ્યક્ત કરાયો હતો અને વિશેષ પ્રાધાન્ય આપી વધુ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરાઈ હતી. તંત્ર દ્વારા 3થી 6 વર્ષના બાળકો માટે 700 મીટર સુધીની ટ્રાન્સપોર્ટ સુવિધા અને પાઠ્યપુસ્તક વિતરણ અને ધોરણ-6ના સામાજીક વિજ્ઞાનનું પુસ્તક ન મળતા તપાસની માગ કરી હતી. આરોગ્ય વિભાગની ચર્ચા દરમિયાન માત્ર નાના કર્મીઓની બદલી કરવા સામે સવાલ ઉઠાવીને, જિ.પં.મા 3 વર્ષથી વધુ સમયથી જામેલા અધિકારીઓની યાદી બનાવી તેમની પણ બદલી કરવાની માંગ કરી હતી. આદિવાસીઓની જમીન માલિકીના પ્રશ્નો અને નિયમો અંગે પણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસના સભ્ય તથા વિપક્ષી નેતા દ્વારા જિલ્લા પંચાયતના દરેક સભ્યના વિસ્તારમાં સમાન વિકાસ કાર્યો થાય અને કોઈપણ પ્રદેશ કે સભ્યને અન્યાય ન થાય તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી. વળતર અને આવાસ બાબતે સંતોષકારક જવાબ મળ્યા નથી જુલાઇમાં રેલ હોનારતના વળતર અને આવાસ બાબતે સંતોષકારક જવાબ મળ્યા નથી. માત્ર નાના કર્મચારીઓની બદલી કરવાને બદલે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી થવી જોઈએ. આ સાથે જ, બે મહિના છતાં પુસ્તકો ન મળવા, વાંસદા અને ચીખલીના અંતરિયાળ વિસ્તારોમાં થયેલા નુકસાન માટે વધુ ગ્રાન્ટ ફાળવવા તથા તમામ સભ્યોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. > નિકુંજ ગામીત, વિપક્ષ નેતા, જિલ્લા પંચાયત
    Click here to Read More
    Previous Article
    કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ:258 સિલિન્ડર અને વાહનો સહિત રૂ.13 લાખના મુદ્દામાલ સાથે 6 શખસ ઝડપાયા
    Next Article
    મેઘરાજા આક્રમક બેટિંગ:વલસાડમાં ધોધમાર, જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, બાકી વાવણીમાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment