Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા:ભક્તોએ ભોળાનાથનો અભિષેક કરીને પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી

    15 hours ago

    શ્રાવણ માસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લામાં શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન-પૂજન માટે ઉમટી પડતાં હર હર મહાદેવ નાદથી ગુંજી ઉઠ્યું હતું. અમરેલી શહેરના નાગનાથ મહાદેવ, કામનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. આ ઉપરાંત બાબરા શહેરના નીલકંઠ મહાદેવ, રિદ્ધેશ્વર મહાદેવ, પંચનાથ મહાદેવ, સોનપરી મહાદેવ અને ભીમનાથ મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવને દૂધ, જળ, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરી વિધિવત્ પૂજન-અર્ચન કર્યું હતું. શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ ભગવાન ભોળાનાથનો અભિષેક કરી પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં ભજન-કીર્તન અને શિવનાદથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:અડધું અમરેલી સ્વચ્છ અને રોશનીથી ઝગમગ અને અડધું ગંદકીથી ભરપૂર
    Next Article
    હુડકો સોસાયટી પાસે પશુઓને બચાવવા જતા ટ્રક ટ્રક ગટરમાં ખાબક્યો:અમરેલી-સાવરકુંડલા રોડ પર મોડી રાત્રે ફરી 3 ગાયના અકસ્માતે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment