Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલ પરથી કૂદીને સગીરનો આપઘાત:આર.સી.ટેકનિકલમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં હતો, એક દિવસ પહેલા જ ગામડેથી આવ્યો હતો

    1 day ago

    અમદાવાદના એસજી હાઇવે પર સોલા ઉમિયા કેમ્પસમાં જે. એસ. પટેલ(આજોલ) બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર તુષાર દોલતભાઈ પટેલે હોસ્ટેલ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. સોલા પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોત નોંધી કાર્યવાહી કરી છે. સગીરના આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આર.સી ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં હતો ગઇકાલે(13 ઓગસ્ટ) તુષાર બોયઝ હોસ્ટેલના 11 અને 12માં માળની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા પરથી કૂદી ગયો હતો. હોસ્ટેલની નજીક જ આવેલી આર.સી ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં મૃતક અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી રહેતો હતો. એક દિવસ પહેલા જ ગામડેથી આવ્યો હતો દોઢ મહિના પહેલા જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું. મૂળ દેત્રોજના ગીતાપુર ગામના રહેવાસી સગીર એક દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘દર વખતે લોચા મારો છો’:હર્ષ સંઘવીએ આંગળી બતાવી કમાન્ડોને તતડાવ્યા, રિક્ષામાં બેઠાબેઠા વારો પાડ્યો, પૂતળું બાળતાં જૂતું સળગ્યું, જુઓ VIDEO
    Next Article
    વડાલીમાં દોઢ ઇંચ વરસાદ, સાબરકાંઠામાં વરસાદી માહોલ:ગુહાઈ સહિત જળાશયોમાં પાણીની આવક, ચાર તાલુકામાં વરસાદ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment