Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:કુંભ જાતકોનો નમ્ર સ્વભાવ તેમના વ્યક્તિત્વમાં નિખાર લાવશે, મીન રાશિના લોકોને આશા કરતા વધારે લાભ પ્રાપ્ત થશે

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 14 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ શ્રાવણ સુદ બીજ/ત્રીજ તિથિ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ છે. રાહુકાળ સવારે 11:08AM થી બપોરે 12:44 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવઃ કોઈ ખાસ કામમાં સફળતા માટે થોડા સંઘર્ષ કરવા પડી શકે છે, સફળતા ચોક્કસ મળી શકે છે. કોઈ જગ્યાએ ફસાયેલું ધન પાછું મળવાના અણસાર છે. થોડો સમય પરિવારના વડીલો સાથે પસાર કરો. નેગેટિવઃ પોતાના વિચારો પર ચિંતન કરો. તેને યોગ્ય દિશામાં લાવવાથી સુકુન અને શાંતિ મળશે. સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારા થોડાં કામ અધૂરા રહી શકે છે. વ્યવસાયઃ વેપારમાં પોતાની કાર્યપ્રણાલીને વધારે સારી બનાવો. તેનાથી માર્કેટમાં તમને એક અલગ ઓળખ પ્રાપ્ત થશે. કાર્યોમાં વધારો થશે. લવઃ જીવનસાથી તથા પરિવારજનોનો સહયોગ તમારા મનોબળને મજબૂત રાખશે. સ્વાસ્થ્યઃ વાસી ભોજનથી તમને ગેસ કે વાયુના કારણે સાંધાનો દુખાવો અને બેચેની જેવી સમસ્યા રહી શકે છે. લકી રંગઃ આસમાની લકી નંબરઃ 3 પોઝિટિવઃ આજે સામાજિક તથા આસપાસની ગતિવિધિઓમાં તમારો રસ રહેશે. સાથે જ કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે અને મહત્ત્વપૂર્ણ તથા જ્ઞાનવર્ધક જાણકારીઓ પણ મળશે. માનસિક શાંતિ પણ રહી શકે છે. નેગેટિવઃ ગેરસમજના કારણે થોડા વાદ-વિવાદની સ્થિતિ બનશે. તમારી વાણી પર કાબુ રાખો. મનોરંજન સંબંધી કાર્યોમાં વધારે ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. વ્યવસાયઃ કાર્યસ્થળ પર જવાબદારીઓ વધશે. પરંતુ વ્યવસ્થા સારી રહેવાથી કામ બનતા પણ જશે. લવઃ પતિ-પત્ની વચ્ચે પારિવારિક વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે. સ્વાસ્થ્યઃ ગળું ખરાબ રહી શકે છે. ઉધરસ અને તાવની સમસ્યા પરેશાન કરી શકે છે. લકી રંગઃ વાદળી લકી નંબરઃ 4 પોઝિટિવઃ આજની ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. તમે તમારા કાર્યો યોજનાબદ્ધ રીતે કરતા જશો. સફળતા તમને ચોક્કસ મળી શકે છે. તમારી સફળતાની સામે વિરોધીઓ પર હાર માની જશે. નેગેટિવઃ તમારી આર્થિક મહત્ત્વકાંક્ષાઓ પર કંટ્રોલ રાખો. કોઈ અનુભવી કાર્ય તમારી બદનામીનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓ ખોટી પ્રવૃત્તિ ધરાવતા લોકોને મળી શકે છે. વ્યવસાયઃ વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં સમય પસાર કરી શકશો નહીં. ફોન અને ઓનલાઈન ગતિવિધિઓના માધ્યમથી વ્યવસ્થા ચાલતી રહેશે. લવઃ પારિવારિક જીવન સુખમય રહેશે. નજીકના સંબંધીની સગાઈ, લગ્ન વગેરે સંબંંધિત શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યઃ ગળું ખરાબ રહી શકે છે, જેના કારણે તાવ પણ અનુભવ થઈ શકે છે. લકી રંગઃ લીલો લકી નંબરઃ 6 પોઝિટિવઃ આજનો દિવસ મોટાભાગનો સમય પારિવારિક ગતિવિધિઓમાં પસાર થઈ જશે અને એવું કરવાથી તમને સુખ મળશે. યુવાઓને અભ્યાસ સંબંધી સમસ્યા દૂર થશે, માત્ર તેમને પહેલાથી વધારે મહેનતની જરૂરિયાત છે. નેગેટિવઃ બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ પણ રહેશે. આ સમય જો કોઈ પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો પહેલાં એકવાર વિચાર કરી લો. કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો. વ્યવસાયઃ કારોબારી ગતિવિધિઓ વ્યવસ્થિત રહેશે. માર્કેટિંગ સંબંધી કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. લવઃ પરિજન સાથે ભરપૂર સમય પસાર કરવાથી તાલમેલમાં મધુરતા વધશે. સ્વાસ્થ્યઃ શરીરનો દુખાવો તથા નબળાઈ અનુભવ થઈ શકે છે. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 7 પોઝિટિવઃ જો ઘરની સજાવટ કે સુધાર સંબંધી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુના નિયમોનું પણ પાલન કરવું યોગ્ય રહેશે. આજે નજીકના લોકો સાથે સારો સમય પસાર થશે, સાથે જ કોઈ ખાસ મુદ્દા પર લાભદાયી ચર્ચા થઈ શકે છે. નેગેટિવઃ તમારા સ્વભાવમાં ખૂબ જ વધારે ભાવુકતા અને નિરાશા ન રાખો. કોઈ અન્ય વ્યક્તિ તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ નજીકના સગા સંબંધી સાથે પણ વિવાદ થઈ શકે છે. વ્યવસાયઃ વેપાર સંબંધી બધા નિર્ણય જાતે જ લો. અન્ય ઉપર નિર્ભર રહેવું યોગ્ય નથી. કોઈ સહયોગીનો નકારાત્મક વ્યવહાર તમને પરેશાન કરી શકે છે. લવઃ જીવનવસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા પ્રત્યે પૂર્ણ રહેશે. સ્વાસ્થ્યઃ આ સમયે પેટનો દુખાવો પરેશાન કરી શકે છે. લકી રંગઃ ક્રીમ લકી નંબરઃ 1 પોઝિટિવઃ આત્મ મનન તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. તમારી કુશળતા અને સમજદારી દ્વારા કોઈ કાર્યનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો. ગ્રહ સ્થિતિ તમને કોઈપણ પરિસ્થિતિમાં ઉકેલ શોધવાની શક્તિ આપશે. નેગેટિવઃ કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં થોડો તણાવ આવવાથી ચિંતા રહેશે. તમારી મધ્યસ્થતા અને સલાહ તમારી સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે. આ બધા વચ્ચે તમારે તમારા વ્યક્તિત્વનું ધ્યાન રાખવું. વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં વધારે કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ ડીલ થવાથી મન પ્રસન્ન રહેશે. લવઃ લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જાળવીને રહેવાથી ઘરની વ્યવ્યસ્થા ઉત્તમ બની રહેશે. સ્વાસ્થ્યઃ વધારે મહેનત અને માનસિક અને શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે. લકી રંગઃ કેસરી લકી નંબરઃ 2 પોઝિટિવઃ આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે. પૂરા મનોયોગથી પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહો. કોઈ અટકેલું વ્યક્તિગત કામ આજે પૂરું થઈ શકે છે. જો ક્યાંક પૈસા ફસાયેલા હોય, તો આજે તેની વસૂલી પણ શક્ય છે. બાળકોની ગતિવિધિઓથી તમે સંતુષ્ટ રહેશો. નેગેટિવઃ હાલમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાનો પ્રયાસ ન કરો. માતા-પિતા કે તેમના સમાન કોઈપણ સભ્યના માન-સન્માનમાં ઘટાડો ન થવા દો. તેમના આશીર્વાદ અને સહયોગ તમારા ભાગ્યને બળ આપશે. બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવાને બદલે તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે. વ્યવસાયઃ તમારી બિઝનેસ પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો. તમને યોગ્ય ઓર્ડર અને નવા કરારો મળી શકે છે. કામ સમયસર પૂરા થતા જશે. લવઃ વૈવાહિક સંબંધો મધુર રહેશે. સાસરિયા પક્ષ તરફથી પણ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્યઃ વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. લકી રંગઃ ગુલાબી લકી નંબરઃ 8 પોઝિટિવઃ ધર્મ-કર્મનાં કાર્યોમાં રુચિ વધશે. આજે નજીકના લોકો સાથે મુલાકાત થશે, સાથે જ કોઈ ખાસ મુદ્દા પર લાભદાયક વિચાર-વિમર્શ પણ રહેશે. ઘરમાં સુધારા સંબંધિત યોજનાઓને અમલમાં મૂકતી વખતે વાસ્તુ સંબંધિત નિયમોનું પણ પાલન કરો. નેગેટિવઃ સમય અનુસાર પોતાની દિનચર્યામાં પણ બદલાવ લાવવો જરૂરી છે. ક્યારેક સુસ્તી અને આળસ ઉત્પન્ન થવાને કારણે તમે કોઈ સિદ્ધિ ગુમાવી શકો છો. તમારી આ ખામીઓ પર ધ્યાન આપો. આ સમયે કોઈ પણ યાત્રા કરવી નુકસાનકારક રહેશે. વ્યવસાયઃ વ્યાવસાયિક ગતિવિધિઓ ઉપર તમારો સંપૂર્ણ કંટ્રોલ રહેશે. પરંતુ પોતાની કારોબારી સંબંધી યોજનાઓને સીક્રેટ જ રાખો. લવઃ ઘરમાં સુખ-શાંતિ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં વાત આગળ વધી શકે છે. સ્વાસ્થ્યઃ તળેલું અને વાસી ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. લકી રંગઃ સફેદ લકી નંબરઃ 2 પોઝિટિવઃ બાળકોના ભવિષ્ય સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખદ વાતાવરણ બનશે. કોઈપણ યોજના પર અમલ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર અવશ્ય કરો, તેનાથી તમે કોઈ મોટી ભૂલ થવાથી બચી શકો છો. બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ સુખદ રહેશે. નેગેટિવઃ તમારી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ શકે છે અથવા તમે ક્યાંક મૂકીને ભૂલી શકો છો. તેથી સાવચેતી રાખો. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શિસ્તબદ્ધ અને મર્યાદિત દિનચર્યા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. બેદરકારીને કારણે આ લોકો પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. વ્યવસાયઃ વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં ગતિ આવશે. બધા કામ સુચારુ રૂપે થતા જશે. આમાં તમારું પૂરું ધ્યાન તમારા કામ પર જ કેન્દ્રિત રાખો. લવઃ પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્યઃ વર્તમાન હવામાનને કારણે શરદી-ખાંસી અને ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધશે. લકી રંગઃ પીળો લકી નંબરઃ 3 પોઝિટિવઃ કેટલાક અનુભવી અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાતનો અવસર મળશે તથા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન પણ રહેશે. જો પ્રોપર્ટીમાં રોકાણ કરવા અથવા વાહન ખરીદવા સંબંધિત યોજનાઓ બની રહી છે, તો વધુ વિચાર-વિમર્શ ન કરો, સમય અનુકૂળ છે. નેગેટિવઃ પડોશીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે બોલાચાલી થઈ શકે છે. સારું રહેશે કે તમે બીજાના મામલામાં દખલ ન કરો. યુવાનો માટે રાજકીય ગતિવિધિઓમાં ખોટી પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું જરૂરી છે. વ્યવસાયઃ ધંધામાં વિસ્તરણ સંબંધિત યોજનાઓ પર વિચાર કરવામાં આવશે. તેમને અમલમાં મૂકવાનો પણ અનુકૂળ સમય છે. પબ્લિક ડીલિંગ અને સારા મિત્રો સાથેના તમારા સંબંધોને વધુ મજબૂત કરો. લવઃ પતિ-પત્નીનો પરસ્પર સહયોગ ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી રાખશે. પ્રેમ સંબંધમાં કોઈ ગેરસમજને કારણે અંતર આવી શકે છે. સ્વાસ્થ્યઃ સાંધા અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે. વ્યાયામ અને યોગ માટે પણ સમય કાઢો. લકી રંગઃ બદામી લકી નંબરઃ 5 પોઝિટિવઃ સમય ખૂબ જ અનુકૂળ છે. તમારો નમ્ર અને સરળ સ્વભાવ તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર લાવશે. આજે તમે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણપણે એકાગ્રચિત્ત થઈને આગળ વધશો. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ સંબંધિત કાર્યક્રમ બનશે. નેગેટિવઃ સાસરા પક્ષ સાથેના સંબંધોને મધુર બનાવી રાખો. નકારાત્મક વાતોને મહત્વ આપવું યોગ્ય નથી. પરસ્પર સંબંધોમાં અહંકારની સ્થિતિ ન આવવા દો. જો તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો, તો હજુ તેના પર વધુ માહિતી મેળવવાની જરૂર છે. વ્યવસાયઃ આ સમયે વ્યવસાયમાં કેટલાક પડકારો રહેશે. યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડશે. સંયમ જાળવી રાખો. લવઃ દાંપત્ય સંબંધમાં પ્રેમ માધુર્ય જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજો ઊભી થઈ શકે છે. શાંતિથી મામલાઓને ઉકેલો. સ્વાસ્થ્યઃ એલર્જી અને ઇન્ફેક્શન જેવી બીમારી તમને પરેશાન કરી શકે છે. બેદરકારી ન રાખીને તમારી યોગ્ય સારવાર કરાવો. લકી રંગઃ લીલો લકી નંબરઃ 8 પોઝિટિવઃ તમે તમારી યોગ્યતા અને કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ પ્રાપ્ત કરશો. વ્યસ્તતા હોવા છતા થોડો સમય ઘર-પરિવાર અને સંબંધીઓ સાથે પસાર કરવાથી તમને ઊર્જાવાન અનુભવ થઈ શકે છે. નેગેટિવઃ ક્યારેક વિપરિત પરિસ્થિતિ પણ બનશે. તમે મનને સંયમિત રાખીને ચાલજો. જીત પ્રાપ્ત કરવા પર ઈગો અને ઘમંડ પણ તમારા ઉપર હાવી થઈ શકે છે, સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. વ્યવસાયઃ આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂર છે. જોકે, કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને દબદબો રહી શકે છે. લવઃ પરિવાર સાથે કોઈ સમારોહ વગેરેમાં જવાનો પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્યઃ તમારું મનોબળ અને માનસિક સ્થિતિ પોઝિટિવ જાળવી રાખો. લકી રંગઃ કેસરી લકી નંબરઃ 6
    Click here to Read More
    Previous Article
    રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ:રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે AIથી મોનિટરિંગ અને 14 વોચ ટાવર ઉભા કરાશે
    Next Article
    14 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોને નાણાની અછત દૂર થશે, અંક 6ના બેરોજગાર લોકોને રોજગારની તક મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment