Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ:રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે AIથી મોનિટરિંગ અને 14 વોચ ટાવર ઉભા કરાશે

    1 day ago

    રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પારંપરિક જન્માષ્ટમીના લોકમેળા માટે કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. મેળાની મજા માણવા આવનારા અંદાજિત 15 લાખ મુલાકાતીઓની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગ અને સ્ટોલ ફાળવણી મેળામાં આવતા લોકોને વાહન પાર્કિંગમાં મુશ્કેલી ન પડે તે માટે શહેરના 15થી વધુ સ્થળો પર નિઃશુલ્ક (ફ્રી) પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. મેળાના 228 સ્ટોલ અને પ્લોટ પૈકી બાકી રહેલા રમકડાના 11 સ્ટોલ (જેની કિંમત પ્રતિ સ્ટોલ ₹45,000 છે) ની ફાળવણી આજે પૂર્ણ કરી દેવાતાં 'બી' કેટેગરીના રમકડાના તમામ સ્ટોલ ફાળવાઈ ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુરક્ષા વ્યવસ્થા આ વખતે મેળામાં ભીડ અને સુરક્ષા વ્યવસ્થાના મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર મેળા પર બારીક નજર રાખવા માટે 14 જેટલા વોચ ટાવર ઊભા કરવામાં આવશે. મુલાકાતીઓની સુરક્ષા, ફાયર સેફ્ટી અને ઈમરજન્સી કોરિડોર જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા મેળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે રાઉન્ડ ધ ક્લોક (24 કલાક) સફાઈ કામગીરી હાથ ધરાશે. મુલાકાતીઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ અને કડક પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    વડતાલ ધામમાં શ્રાવણ માસના ભક્તિ પર્વનો દિવ્ય પ્રારંભ:આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજન અને 22 લાખ તુલસીપત્રોનું સમર્પણ
    Next Article
    શુક્રવારનું રાશિફળ:કુંભ જાતકોનો નમ્ર સ્વભાવ તેમના વ્યક્તિત્વમાં નિખાર લાવશે, મીન રાશિના લોકોને આશા કરતા વધારે લાભ પ્રાપ્ત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment