Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડતાલ ધામમાં શ્રાવણ માસના ભક્તિ પર્વનો દિવ્ય પ્રારંભ:આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજન અને 22 લાખ તુલસીપત્રોનું સમર્પણ

    1 day ago

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક વિશેષ ભક્તિ પર્વનો પ્રારંભ થયો છે. સમગ્ર વડતાલ ધામ શ્રાવણ મહિનાના આગમનથી ભક્તિમય બની ગયું છે. વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવભક્તિનો મોટો મહિમા ગવાયો છે. સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં પોતાના અનુયાયીઓને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે શ્રાવણ માસ દરમિયાન શિવજીનું બિલ્વપત્રાદિકથી પ્રીતિપૂર્વક સર્વપ્રકારે પૂજન-અર્ચન કરવું તથા બીજા પાસે કરાવવું. આ ભગવદ્ આજ્ઞાને શિરોધાર્ય કરીને વડતાલ મંદિરના પ્રવેશ દ્વારે પ્રતિષ્ઠિત ભગવાન શિવને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રોજના ૧૬ હજાર ઉપરાંત બીલીપત્રો ભૂદેવો દ્વારા અર્પણ કરવામાં આવશે. શ્રાવણ માસની આ પવિત્ર શરૂઆતથી જ વડતાલ ધામમાં ચારેય તરફ દિવ્ય અને ભક્તિસભર વાતાવરણ છવાઈ ગયું છે. આચાર્યશ્રીના હસ્તે પૂજન અને 22 લાખ તુલસીપત્રોનું સમર્પણ વડતાલ મંદિરમાં બિરાજમાન અને સૌની મનોકામના પૂર્ણ કરતા એવા શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વિશેષ ભક્તિ અર્ચનાનો પણ આજ સવારથી જ પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સાત ભૂદેવના કંઠેથી ઉચ્ચારાતા દિવ્ય 'જનમંગલ નામાવલી'ના પાઠ વચ્ચે રોજના ૭૫ હજાર દ્વિદલ તુલસી પત્રો શ્રી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવાનો શુભારંભ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના કરકમલો દ્વારા કરવામાં આવ્યો હતો. આ વિશેષ ભક્તિ અર્ચના સમગ્ર શ્રાવણ માસ દરમિયાન નિરંતર ચાલશે. એક માસના આ પવિત્ર સમયગાળા પર્યંત કુલ મળીને ૨૨ લાખ તુલસીપત્રો શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. શિવજીને બીલીપત્ર અને શ્રી હરિકૃષ્ણ મહારાજને તુલસીપત્ર અર્પણ કરવાની આ સેવાઓથી મંદિર પરિસરમાં અનન્ય શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. પીપળાવના હરિભક્તનું યોગદાન અને ભક્તિપર્વનું આયોજન વડતાલ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરવા માટે આખું તુલસી વન પીપળાવના હરિભક્ત તેજસભાઈ બીપીનભાઇ પટેલે પૂરું પાડ્યું છે. તેમણે પોતાના પૂજ્ય અ.નિ. પાર્ષદ વર્ય પૂજ્ય કાનજી ભગતજીના આશીર્વાદ સાથે તથા પાર્ષદ વર્ય પૂજ્ય કનુ ભગત અને લાલજી ભગતની પ્રેરણાથી, વડતાલ મંદિરના ટ્રસ્ટી તરીકે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ તુલસીનું ખાસ વાવેતર કર્યું છે. આ સમગ્ર દિવ્ય ભક્તિપર્વના આયોજક પ.પૂ.શા. ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી છે. આ સાથે જ, પવિત્ર તુલસીજીની સમગ્ર વ્યવસ્થા સંભાળવાની સેવા ગુણસાગર સ્વામી દ્વારા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહી છે. આમ, સૌ સંતો અને હરિભક્તોના સહિયારા ભક્તિભાવથી વડતાલમાં શ્રાવણી પર્વ ઉજવાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બોટાદ જિલ્લાની મુલાકાતે:ગઢડાના ટાટમ ગામે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનમાં જોડાયા
    Next Article
    રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ:રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે AIથી મોનિટરિંગ અને 14 વોચ ટાવર ઉભા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment