Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બોટાદ જિલ્લાની મુલાકાતે:ગઢડાના ટાટમ ગામે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનમાં જોડાયા

    1 day ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બોટાદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે ગઢડા તાલુકાના ટાટમ ગામની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ દેવવ્રતજીએ ટાટમ ગામે વૃક્ષારોપણ કર્યું હતું અને ગામના ચોકમાં સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. તેમણે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે લોકોને વ્યસનોથી દૂર રહેવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે પણ માહિતી આપી હતી. આજે રાત્રે રાજ્યપાલ ટાટમ ગામે અનુસૂચિત જાતિના ઘરે ભોજન લેશે. ત્યારબાદ તેઓ ગ્રામ સભા યોજીને પ્રાકૃતિક ખેતી વિશે ગ્રામજનોને માર્ગદર્શન આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાત્રિ રોકાણ ટાટમ ગામની પ્રાથમિક શાળામાં કરશે. આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, વનરાજસિંહ ડાભી, જયરાજભાઈ પટગીર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ ગઢડા તાલુકામાં બે દિવસનું રોકાણ કરશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 14 ઓગસ્ટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:B.E. મિકેનિકલ, B.E. ઇલેક્ટ્રિકલ, M.Com તથા MBA માર્કેટિંગ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે, 30થી વધુ વેકન્સી માટે ઈન્ટરવ્યુ લેવાશે
    Next Article
    વડતાલ ધામમાં શ્રાવણ માસના ભક્તિ પર્વનો દિવ્ય પ્રારંભ:આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજન અને 22 લાખ તુલસીપત્રોનું સમર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment