Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોને નાણાની અછત દૂર થશે, અંક 6ના બેરોજગાર લોકોને રોજગારની તક મળશે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… આત્મવિશ્વાસ વધેલો રહેશે. કોઈ અટકેલું કામ પૂરું થવાની શક્યતા છે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લાલચ આપનારી યોજનાઓથી દૂર રહો. બપોરે નાણાંની અછત થઈ શકે છે પરંતુ તે થોડા સમય માટે જ હશે. ભાડે રહેતા લોકોને વિવાદ થઈ શકે છે. જૂના ઘા કે ઈજામાં તકલીફ થઈ શકે છે. બહારનું ખાવાનું ખાવાથી બચો. સાંજનો સમય તમારા પક્ષમાં રહેશે. આવકમાં વધારો થશે. કરિયર: ટૂંકી અને લાભદાયી વ્યાપારિક યાત્રા થઈ શકે છે. નોકરીમાં અનિચ્છનીય કામ કરવું પડી શકે છે. લવ: પ્રેમી/ભાગીદારનું વર્તન અયોગ્ય રહેશે અને વૈવાહિક સંબંધોમાં સુધારો થશે. લકી નંબરઃ 6,8,9 લકી કલરઃ પીળો શું કરવું: મગ અને અડદના લોટનો દીવો બનાવીને હનુમાનજી સમક્ષ પ્રગટાવો. શરૂઆતના સમયમાં નાણાંની અછત રહી શકે છે. કામમાં વિલંબ થશે અને સહયોગ પ્રાપ્ત નહીં થાય. રહસ્યમય વિદ્યાઓ જાણવાની ઈચ્છા રહેશે. બપોર પછી અનુકૂળ સમય શરૂ થઈ જશે. નજીકના લોકો તરફથી સહયોગ મળશે અને વિશ્વાસ પણ વધશે. અટકેલા કામમાં ગતિ આવશે અને કોઈ બહુપ્રતિક્ષિત કામ પૂરું થવાથી પ્રસન્નતા મળશે. કરિયર: નોકરીમાં અધિકારીઓ તરફથી અસહકાર મળશે અને જવાબદારીઓમાં બિનજરૂરી વધારો થઈ શકે છે. લવ: પ્રેમી/ભાગીદારની નારાજગી દૂર થશે અને નિકટતા વધશે. જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 2,6,7 લકી કલરઃ મરૂન શું કરવું: જરૂરિયાતમંદ વ્યક્તિને આર્થિક રીતે મદદ કરો. સવારના સમયે મુશ્કેલીઓ આવી શકે છે. કામમાં મોડું થશે અને સંતાનની ચિંતા પણ રહેશે. દરેક કામમાં ધીરજ રાખવી પડશે. વિઘ્નો ઊભા કરનારા લોકો સક્રિય રહેશે. બપોરનો સમય પણ સમસ્યાઓ ઊભી કરનારો રહેશે. અજાણ્યો ભય અને ચિંતા બન્યા રહેશે. સાંજનો સમય અનુકૂળ રહેશે. કરિયર: વેપારીઓ અને નોકરીયાત વર્ગ માટે સુધારો જોવા મળશે. સફળતા પ્રાપ્ત થશે. લવ: પ્રેમી/ભાગીદાર સાથે વિવાદ થઈ શકે છે. વિવાહના પ્રસ્તાવોમાં બાધાઓ આવી શકે છે. લકી નંબરઃ 3,6,8 લકી કલરઃ વાદળી શું કરવું: ગણેશજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. શરૂઆતનો સમય સારો રહેશે. પરિસ્થિતિ સુધારવાની તક છે. ભૂતકાળના નુકસાનની ભરપાઈ થશે, સમસ્યાઓથી ઉકેલ મેળવવાની સાર્થક પહેલ થશે અને દેવા વગેરેની બાબતો પૂરી કરવામાં સફળ રહેશો. ખુશીના સમાચાર મળશે. બપોરે સફળતા પ્રાપ્ત થશે. નાણાંની અછત દૂર થશે. કરિયર: વ્યાપારિક સફળતા મળશે પરંતુ જોખમી રોકાણ ન કરવું. લવ: જીવનસાથી તરફથી સુખ મળશે અને કોઈને પ્રેમનું પ્રપોઝલ રિજેક્ટ થઈ શકે છે. લકી નંબરઃ 1,6,9 લકી કલરઃ ગુલાબી શું કરવું: હનુમાનજીને ચણા અને ગોળનો ભોગ ધરાવો. મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. સમય નોંધપાત્ર સફળતા અપાવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને નિર્માણ કાર્ય સંબંધિત ખર્ચ થવાની શક્યતા છે. ધાર્મિક કાર્યક્રમોમાં જવાની તક મળશે અને સમાજમાં વર્ચસ્વ વધશે. સાંજે કાર્યસ્થળ પર સાવધાનીપૂર્વક કામ કરવું પડશે, ભૂલ થવાની શક્યતા છે. કરિયર: કારોબારમાં વ્યસ્તતા રહેશે અને નોકરીમાં પ્રગતિની તકો મળશે. લવ: પ્રેમી/ભાગીદારની નારાજગી દૂર થશે અને વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબરઃ 1,6,8, લકી કલરઃ લીલો શું કરવું: ગણેશજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. શરૂઆતમાં સફળતા મળશે, પરંતુ દિવસના મધ્યમાં કેટલાક વિઘ્નો ઊભા થઈ શકે છે, છતાં નાણાકીય સમસ્યાઓ નહીં આવે. પોતાની સામે થઈ રહેલા વિરોધને શાંત કરવામાં સફળ રહેશો. દિવસના અંતમાં ફરી અડચણો દૂર કરવામાં સફળ થશો. મિત્રો તરફથી સહયોગ મળશે અને પરિવાર પણ અનુકૂળ રહેશે. કરિયર: બેરોજગારોને તકો પ્રાપ્ત થશે. કારોબારમાં ઝડપ રહેશે પરંતુ કર્મચારીઓ તરફથી તકલીફ થઈ શકે છે. લવ: પ્રેમી/ભાગીદાર તરફથી નિરાશાનો ભાવ રહેશે અને યોગ્ય વ્યક્તિઓને વિવાહના પ્રસ્તાવ મળશે. લકી નંબરઃ 2,6,9 લકી કલરઃ સફેદ શું કરવું: 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આવકમાં કમી રહેશે અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામમાં વિલંબ આવશે, પરંતુ બપોર પછી પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં સફળ રહેશો. વિશેષ સફળતા અપાવનારો સમય રહેશે. પરિવારમાં પણ ઉત્સવનો માહોલ રહેશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે. કરિયર: નોકરી માટે નવા પ્રસ્તાવ મળી શકે છે અને વેપાર અર્થે યાત્રાનો યોગ છે. લવ: જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં કડવાશ આવી શકે છે. લકી નંબરઃ 3,6,7 લકી કલરઃ લાલ શું કરવું: મહાકાળી માતાને લાલ પુષ્પ અર્પણ કરો અને ગોળનો ભોગ ધરાવો. સવારના સમયે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, બાકીનો સમય વધુ સારો રહેશે. કાર્યો પ્રત્યે રસ રહેશે અને પ્રસન્નતા જળવાઈ રહેશે. દૂરના સંબંધીઓ તરફથી આનંદદાયક સમાચાર મળશે. ધન લાભ પણ થશે. મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. કરિયર: રોજગારની સમસ્યા દૂર થશે અને કાયમી વેપારથી લાભ થવાની શક્યતા છે. લવ: પ્રેમ સંબંધોમાં તણાવ સમાપ્ત થશે અને વૈવાહિક જીવન સામાન્ય રહેશે. લકી નંબરઃ 1,4,6 લકી કલરઃ કેસરી શું કરવું: લક્ષ્મી-નારાયણનું પૂજન-અર્ચન કરો અને સફેદ પુષ્પ અર્પણ કરો. સવારથી જ સંયમ રાખો અને સારા સમયની રાહ જુઓ. આ દિવસ સામાન્ય રહેવાની શક્યતા છે. કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાથની આંગળીઓમાં ઈજા થવાનો ભય છે અને શરદી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બપોર પછી કામમાં ઝડપ આવી શકે છે. ધન લાભ થશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે. પોતાના પ્રયાસોથી સફળતા મળશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. કરિયર: ઉદ્યોગપતિઓને સફળતા મળશે અને વેપારીઓએ સાવચેત રહેવું પડશે. નોકરીયાત વર્ગ માટે સામાન્ય સમય રહેશે. લવ: પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબરઃ 5,6,9 લકી કલરઃ આસમાની શું કરવું: શિવલિંગ પર આંકડાના ફૂલ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:કુંભ જાતકોનો નમ્ર સ્વભાવ તેમના વ્યક્તિત્વમાં નિખાર લાવશે, મીન રાશિના લોકોને આશા કરતા વધારે લાભ પ્રાપ્ત થશે
    Next Article
    14 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કર્ક જાતકોનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો ફરશે, વૃશ્ચિક જાતકોને અધૂરું સ્વપ્ન સાકાર થવાના સંકેત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment