Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પિતાએ એકના એક દીકરાને ઉંઘમાં જ પતાવી દીધો:હથોડાના ઘા ઝીંકી જાતે પોલીસ પણ બોલાવી, ત્રણ બહેનોએ રક્ષાબંધન પહેલા જ ભાઈ ગુમાવ્યો

    एक दिन पहले

    રાજકોટના આહીર ચોક નજીક નહેરુનગરમાં પિતાના હાથે પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અવારનવાર થતા પારિવારિક ઝઘડા અને બોલાચાલીનો ખાર રાખીને પિતાએ પોતાના જ ઘરે ઊંઘી રહેલા એકના એક દીકરા પર હથોડા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ પિતાએ સામેથી પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભક્તિનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરે એકલા સૂતેલા દીકરાને હથોડાન ઘા ઝિંકી પતાવી નાખ્યો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આહીર ચોક પાસે આવેલાં નહેરુનગર શેરી નંબર 08માં રહેતા બાબુભાઇ સવસેતાએ આજ રોજ સાંજના સમયે પોતાના યુવાન પુત્ર પર બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. આ બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ હત્યારા પિતા બાબુ સવસેતાને સાથે રાખી તપાસ પુછપરછ કરતા જણાવ્યું હતું કે, પારિવારિક ઝઘડામાં બોલાચાલી થતા આજરોજ ઉશ્કેરાયેલા પિતાએ ઘરે એકલા સુતેલા પુત્ર પર હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંઘી પિતાની અટકાયત હાથ ધરી આ બનાવની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSLની પણ મદદ લઇ ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત કરી ધરપકડ કરવા માટે કાગળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાબુભાઇ સવસેટાને સંતાનમાં 3 દીકરી અને દીકરો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનની માતા રિસામણે હોવાથી પિતા પુત્ર બંને ઘરે એકલા રહેતા હતા. આજે પણ પિતા પુત્ર ઘરે એકલા હતા તે દરમિયાન સાંજના પિતાએ હથોડા વડે પુત્રની હત્યા નિપજાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    75 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ ગુજરાત યુનિવર્સિટીમાં તિરંગા યાત્રા:વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય ટાવરથી કલાશ્રી ભવન સામેના ગાર્ડન સુધી પદયાત્રા કરી
    Next Article
    સતીશ મરાઠા મર્ડર કેસમાં મોટો નિર્ણય:6 આરોપીઓને જલાલપોર અને નવસારી સબ જેલ બાદ હવે વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવાનો કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment