Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતીશ મરાઠા મર્ડર કેસમાં મોટો નિર્ણય:6 આરોપીઓને જલાલપોર અને નવસારી સબ જેલ બાદ હવે વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવાનો કોર્ટનો હુકમ

    1 day ago

    સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલા ચકચારી સતીશ ઉર્ફે સતીશ મરાઠા હત્યા કેસમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવતા ફરી એકવાર ગેંગવોરની સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટના આદેશથી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપીઓને નવસારી સબ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારી જેલમાં પણ હુમલાની શક્યતા પોલીસ અને જેલ તંત્રને આશંકા છે કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને ગેંગ સાથેના કથિત જોડાણને કારણે નવસારી સબ જેલમાં પણ તેમની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. આરોપીઓ પર જેલમાં જ હુમલો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવે તમામ છ આરોપીઓને નવસારીમાંથી વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંગે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જેલમાંથી ગેંગ ઓપરેટ કરવાનો આરોપ આરોપીઓ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આવા ગુનાહિત તત્વો જેલમાં રહીને પણ પોતાની ગેંગની ગતિવિધિઓ ચલાવતા હોવાના કારણે સુરક્ષા એજન્સીઓ માટે પડકાર ઊભો થાય છે. સતીશ મરાઠા હત્યા કેસના આરોપીઓ વચ્ચે પણ ગેંગવોરની સ્થિતિ ન સર્જાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે જેલ ટ્રાન્સફરનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 ઓગસ્ટે સતીશ મરાઠાની હત્યા સતીશ મરાઠાની હત્યાની ઘટના 5 ઓગસ્ટના રોજ બપોરના સમયે ભેસ્તાન વિસ્તારમાં બની હતી. સતીશ એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં ભીમનગર સરસ્વતી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અગાઉથી ગોઠવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો બાઇક પર આવ્યા હતા અને કારની ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો. કારનો કાચ તૂટતાં સતીશ ગુસ્સામાં બહાર આવ્યો હતો. તે સમયે આસપાસ છુપાયેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ તલવાર, ધારિયા, કુહાડી અને ચપ્પુ જેવા હથિયારો વડે સતીશ પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો. હુમલાખોરોના ઘેરામાંથી બચવા માટે સતીશે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હુમલાખોરોએ તેનો પીછો કરી તેના પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં સતીશ મરાઠા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. આરોપીઓ વચ્ચે અથડામણ કે હુમલાની શક્યતા ટાળવા ટ્રાન્સફરનો નિર્ણય હત્યા બાદ આરોપીઓની સુરક્ષા અને જેલમાં સંભવિત ગેંગવોરને લઈને તંત્ર સતર્ક બન્યું છે. નવસારી સબ જેલ બાદ હવે છ આરોપીઓને વડોદરા જેલમાં ખસેડવાનો કોર્ટનો હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ જેલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આરોપીઓ વચ્ચે અથડામણ કે હુમલાની શક્યતા ટાળી શકાય તે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પિતાએ એકના એક દીકરાને ઉંઘમાં જ પતાવી દીધો:હથોડાના ઘા ઝીંકી જાતે પોલીસ પણ બોલાવી, ત્રણ બહેનોએ રક્ષાબંધન પહેલા જ ભાઈ ગુમાવ્યો
    Next Article
    કમિશનની લાલચે મુંબઈથી લાવ્યો 53 ગ્રામ MD ડ્રગ્સ:બાંદ્રાથી ટ્રેનમાં નવસારી ઉતરી સુરતમાં ડીલેવરી આપે તે પહેલા જ પેડ્લર બિલ્લા પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment