Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમિશનની લાલચે મુંબઈથી લાવ્યો 53 ગ્રામ MD ડ્રગ્સ:બાંદ્રાથી ટ્રેનમાં નવસારી ઉતરી સુરતમાં ડીલેવરી આપે તે પહેલા જ પેડ્લર બિલ્લા પકડાયો

    1 day ago

    સુરત ક્રાઇમ બ્રાન્ચે 12 ઓગસ્ટ 2026ના રોજ પરોઢિયે મિઢોળા બ્રિજથી કપ્લેટા ચેક પોસ્ટ વચ્ચેના જાહેર રોડ પર દરોડો પાડી મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા એક શાતિર પેડ્લરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે આરોપી પાસેથી ₹1,61,310 ની કિંમતનું 53.770 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઇલ અને રોકડ મળીને કુલ ₹1,71,810 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 20 વર્ષની ઉંમરે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં સક્રિય પકડાયેલો આરોપી તૌકીર ઉર્ફે બિલ્લા રઇશ ખાન (ઉંમર: 20 વર્ષ) હાલ રહે. ગોલ્ડન આવાસ, ઉન પાટીયા, સુરત (મૂળ રહે. બાંદા, ઉત્તર પ્રદેશ) માત્ર 20 વર્ષની વયે જ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં સક્રિય થઈ તે આર્થિક લાભ માટે મુંબઈથી ડ્રગ્સ લાવવાના કેરિયર/પેડ્લર તરીકે કામ કરતો હતો. ચેકિંગથી બચવા નવસારી રૂટ પસંદ કર્યો પોલીસ પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે આ ડ્રગ્સનો જથ્થો તેને મુંબઈના ધારાવીમાં રહેતા સમીર ઉર્ફે છોટુ નામના શખસે આપ્યો હતો. સુરત રેલવે સ્ટેશને પોલીસ ચેકિંગથી બચવા તે મુંબઈના બાંદ્રાથી ટ્રેન પકડી નવસારી ઉતર્યો હતો અને ત્યાંથી બાય રોડ સુરતમાં યાસીન સલમાન શેખને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ ટ્રેપમાં ફસાઈ ગયો હતો. મુખ્ય સૂત્રધાર સહિત 2 વોન્ટેડ આ કેસમાં ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સુરતનો મુખ્ય સૂત્રધાર યાસીન સલમાન શેખ (રહે. અલીફ નગર, ઊન પાટીયા) અને મુંબઈનો સપ્લાયર સમીર ઉર્ફે છોટુ હાલ ફરાર છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સતીશ મરાઠા મર્ડર કેસમાં મોટો નિર્ણય:6 આરોપીઓને જલાલપોર અને નવસારી સબ જેલ બાદ હવે વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવાનો કોર્ટનો હુકમ
    Next Article
    Sri Lankan Coach Dies In Hospital After Clash With Players During Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment