Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ:ગિરનાર તળેટી સ્થિત સ્વયંભૂ ભવનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોનું ઉમટ્યું મહેરામ

    1 day ago

    પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જૂનાગઢ સહિત સમગ્ર ગિરનાર ક્ષેત્ર ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવનાથ’ના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે. ગિરનાર તળેટીમાં આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને નિજ મંદિરમાં વિશેષ ત્રિરંગા શણગાર પણ કરવામાં આવ્યો છે, જે દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જૂનાગઢ શહેરના તમામ શિવાલયોમાં ધૂન, ભજન અને પ્રસાદી સહિતના ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે. મેઘરાજાની પધરામણીથી ગિરનારનું વાતાવરણ આહલાદક બન્યું ગિરનાર તળેટી અને ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણના પ્રારંભ સાથે જ મેઘરાજાએ ઝરમર વરસાદ સ્વરૂપે હાજરી આપતાં વાતાવરણ અત્યંત રમણીય અને સોહામણું બની ગયું છે. જામનગરથી અમાસ સાચવવા અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ ભીમસીભાઈ કરંગિયાએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણના પ્રારંભે ગિરનારના કુદરતી વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે ભોળાનાથના અદ્ભુત દર્શન થવા એ સદ્ભાગ્યની વાત છે. તો બીજી તરફ પાલનપુરથી પરિવાર સાથે આવેલા સચિન જોશીએ ઈન્દ્રદેવની મહેરબાનીથી પ્રસરેલી ઠંડક અને મનોરમ વાતાવરણનો ઉલ્લેખ કરી તમામ ભક્તોને ગિરનાર તળેટીમાં આવી મહાદેવના દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ભક્તો માટે દર્શનની સુંદર વ્યવસ્થા અને મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા છેલ્લા ઘણા વર્ષોથી મંદિર સાથે સેવાકીય રીતે જોડાયેલા અતુલભાઈ દવેએ જણાવ્યું હતું કે, ગિરનાર તળેટીમાં બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન સાચા મનથી કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી અગાધ શ્રદ્ધા છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા તમામ દર્શનાર્થીઓ સરળતાથી પૂજા-અર્ચના કરી શકે તે માટે સુચારુ આયોજન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રોલ દુષ્કર્મ કેસ: આરોપીને 10 વર્ષની સખત કેદ:કોર્ટે 4 લાખ વળતર અને 18 હજાર દંડ ચૂકવવા આદેશ કર્યો
    Next Article
    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી:કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment