Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી:કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું

    1 day ago

    અમરેલી જિલ્લામાં 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે ધ્વજવંદન કરશે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સમગ્ર જિલ્લાના નાગરિકોને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. સ્વાતંત્ર્ય દિવસનો મુખ્ય સમારોહ 15 ઓગસ્ટે સવારે 9 વાગ્યે પોલીસ પરેડ મેદાન ખાતે યોજાશે. મુખ્યમંત્રી તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રદર્શનો પણ સામેલ હશે. જાહેર જનતાને સવારે 8 વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડ ખાતે પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ, 14 ઓગસ્ટના રોજ પણ અમરેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 4:30 થી 5:30 કલાક દરમિયાન નવી નૂતન સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં 'એટહોમ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ જિલ્લાના વિશિષ્ટ નાગરિકો અને અગ્રણીઓને શુભેચ્છાઓ પાઠવશે, જેમાં મુખ્યમંત્રી પણ વિશેષરૂપે સહભાગી થશે. ત્યારબાદ, સાંજે 6:30 થી 8:30 દરમિયાન કમાણી ફોરવર્ડ સ્કૂલના મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ અવસરે જિલ્લા સ્તરે સમાજ સેવા, કલા અને સાહિત્ય સહિતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. સાથોસાથ, મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના આશરે રૂ. 403 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ધ્વજવંદન સમારોહ બાદ અમરેલી જિલ્લાના ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે તમામ નાગરિકોને આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ઉજવણીને સફળ બનાવવા માટે ફરીથી અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ:ગિરનાર તળેટી સ્થિત સ્વયંભૂ ભવનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોનું ઉમટ્યું મહેરામ
    Next Article
    વિજયનગર દેશભક્તિના રંગે રંગાયું:હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તીરંગાયાત્રા નીકળી, શાળાઓમાં દેશભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment