Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયનગર દેશભક્તિના રંગે રંગાયું:હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તીરંગાયાત્રા નીકળી, શાળાઓમાં દેશભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં ગુરુવારે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપરાંત વિવિધ સંગઠનોના સભ્યો તેમજ પ્રાથમિક શાળાઓ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા દ્વારા તાલુકાના નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિરંગા યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયતના ભાજપના દંડક મયુરભાઈ શાહ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય હરીશભાઈ પટેલ, મામલતદાર પી.એચ. પટેલ, ટીડીઓ શૈલેષભાઈ પઢિયાર, પીઆઈ ભરતસિંહ રાઠોડ, પ્રોબેશન પીઆઈ જોશી, તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઈ બારા, સંગઠન પ્રમુખ ડૉ. પરેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આર્ટ્સ કોલેજ, પ્રાથમિક શાળાઓ અને અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. શાળાઓમાં દેશભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા ‘હર ઘર તિરંગા-2026’ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓમાં દેશભક્તિની થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તિરંગાના ત્રણ રંગો, રાષ્ટ્રધ્વજ, ભારત માતા, રાષ્ટ્રીય પ્રતીકો તેમજ દેશભક્તિના સંદેશાઓને રંગોળી દ્વારા રજૂ કરી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. ‘હર ઘર તિરંગા’ના સંદેશને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલી રંગોળીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય પર્વની ભાવનાને જીવંત બનાવી હતી. શનિવારે વિવિધ કાર્યક્રમો યોજાશે સાબરકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વને જનભાગીદારી સાથે ઉજવવા માટે શાળાઓ, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તિરંગા યાત્રા, રંગોળી સ્પર્ધા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ થકી નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શનિવારે દેશભરમાં તેમજ વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ‘હર ઘર તિરંગા-2026’ અભિયાન થકી દેશભક્તિ, રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી:કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને ભાગ લેવા આમંત્રણ આપ્યું
    Next Article
    India XI For 1st Test vs SL: Bowling Coach Hints At '3-Way' Strategy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment