Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ દુષ્કર્મ કેસ: આરોપીને 10 વર્ષની સખત કેદ:કોર્ટે 4 લાખ વળતર અને 18 હજાર દંડ ચૂકવવા આદેશ કર્યો

    1 day ago

    જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં અદાલતે આરોપીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા અને 18,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. કેસની વિગત મુજબ, આરોપી રામ રૂપ શિવસદન લોધે (ઉં.વ. 22, રહે. મેટોડા) એ ફરિયાદીની 16 વર્ષીય સગીર વયની દીકરી સાથે પરિચય કેળવ્યો હતો. આરોપીએ મોબાઈલ ફોન પર વાતચીત કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. તારીખ 3 નવેમ્બર 2019 ના રોજ રાત્રિના સમયે આરોપી સગીરાને રાજકોટથી અમદાવાદ લઈ ગયો હતો. ત્યાંથી તેને માછા ગામે મોકલી આપી રાત્રિ દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ભોગ બનનારના પરિવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર પક્ષે કુલ 6 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 62 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પોક્સો કોર્ટના જજ આર. પી. મોગેરાએ સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રામ રૂપ લોધેને તકસીરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને 18,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. જો આરોપી આ દંડ ન ભરે તો તેને વધુ એક વર્ષની સખત કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને વળતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયેલા હતા.
    Click here to Read More
    Previous Article
    ટી.પી. સ્કીમ-6 સામે રહીશોમાં ભારે આક્રોશ:ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો અને 2000 લોકો વાંધા અરજીઓ સાથે નગર નિયોજક કચેરીએ પહોંચ્યા, ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી
    Next Article
    હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ:ગિરનાર તળેટી સ્થિત સ્વયંભૂ ભવનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોનું ઉમટ્યું મહેરામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment